મધ્ય રાત્રિએ સરદાર સરોવરમાં પાણી આવક એકાએક વધતા નર્મદા ડેમના 8 દરવાજા ખોલાયા

સરદાર સરોવર નર્મદા ડેમનાં એકવાર ફરી દરવાજા ખોલવામાં આવ્યા છે. મોડી રાત્રે સરદાર સરોવરમાં પાણી આવક એકાએક વધતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલ નર્મદા ડેમની સપાટી.131.65 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક 2,45,471 ક્યુસેક થઈ છે. 

મધ્ય રાત્રિએ સરદાર સરોવરમાં પાણી આવક એકાએક વધતા નર્મદા ડેમના 8 દરવાજા ખોલાયા

જયેશ દોશી/નર્મદા :સરદાર સરોવર નર્મદા ડેમનાં એકવાર ફરી દરવાજા ખોલવામાં આવ્યા છે. મોડી રાત્રે સરદાર સરોવરમાં પાણી આવક એકાએક વધતા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલ નર્મદા ડેમની સપાટી.131.65 મીટર પર પહોંચી ગઈ છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક 2,45,471 ક્યુસેક થઈ છે. 

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વર્ષે એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી રહ્યો છે. પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારે મોડી રાત્રે ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. હાલ ડેમમાંથી દરવાજા દ્વારા 1,25,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રિવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઇન ચાલુ છે. 

શરીરમાંથી કંપારી છોડાવી દે તેવી ઘટના ‘મચ્છુ જળ હોનારત’ને થયા 40 વર્ષ પૂર્ણ

નર્મદા ડેમનાં 30 દરવાજા ગુરુવારે રાત્રે 1:30 કલાકે ખોલવામાં આવ્યા હતા. જે ગઈકાલે શનિવારે બંધ કરવામાં આવ્યા હતા. ગુરુવારે ગેટ નંબર 14 સૌપ્રથમ ખોલાયો હતો. કુલ 10 દરવાજા 0.92 સે.મી. સુધી ખોલાયા છે. ઇતિહાસમાં પ્રથમ વાર દરવાજા ખોલાયા હોવાની આ ક્ષણ બની હતી. પાણીની સપાટી 131 મીટર વટાવતા જ આખરે દરવાજા ખોલાયા હતા. નર્મદા ડેમના દરવાજા ખોલવાના પગલે રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમના દરવાજા ખોલાતા પાણી કાંઠા વિસ્તારના ગામોમાં ફરી વળ્યા હતા. જેને પગલે ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી 28 ફૂટ પર પહોંચી ગઈ હતી. જેના બાદ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી કરવામાં આવી હતી. 

નર્મદા ડેમની આ ઐતિહાસિક ક્ષણ નિહાળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પહોંચ્યા હતા. તેમણે જળના વધામણા કર્યા હતા. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news