ભુજમાં ઉજવાશે નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ, તડામાર તૈયારીઓ શરૂ, જાણો સમગ્ર કાર્યક્રમ

ભુજ સ્વામિનારાયણ મંદિર નર નારાયણ દેવને બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે થોડા જ દિવસોમાં ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ પણ પૂર્ણતાના આરે છે.

ભુજમાં ઉજવાશે નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ, તડામાર તૈયારીઓ શરૂ, જાણો સમગ્ર કાર્યક્રમ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા આશિર્વાદ રૂપે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હતી અને સહુને જણાવ્યું હતું કે પોતામાં અને નરનારાયણ દેવમાં અણુ માત્રનો પણ ભેદ નથી. નરનારાયણ દેવની ભક્તિની આ બે સદીને ઉજવવા ભુજમાં નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ આરંભાઈ છે. 17મી એપ્રીલથી 26 એપ્રિલ સુધી યોજાનારા આ મહોત્સવ માટે ભુજમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

ભુજ સ્વામિનારાયણ મંદિર નર નારાયણ દેવને બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે થોડા જ દિવસોમાં ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ પણ પૂર્ણતાના આરે છે. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જેમની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી તેવા નરનારાયણ દેવની આરાધનાના 200 વર્ષ ઉજવવા અગાઉ ક્યારેય ન યોજાયો હોય તેવો ભવ્ય મહોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વારા ઉજવાશે. દેશ વિદેશથી આવનારા 30 લાખથી વધારે હરિભક્તો માટે રહેવા, જમવા તેમજ મહોત્સવ સ્થળ પર દરેક વ્યવસ્થા પૂરી પાડવા 15 હજાર જેટલા કાર્યકરો દિવસ રાત એક કરી કામ કરી રહ્યા છે.

આ મહોત્સવ દરમિયાન જૂની સંસ્કૃતિના આબેહૂબ દર્શન થશે, તેમજ કચ્છમાં ક્યારે ન લાગી હોય તેવી મોટી સ્ક્રીન લાગશે, તો ગાય આધારિત ખેતી, પાણી બચાવો, બાળકો માટે લાઈટિંગ ગાર્ડન, શસ્ત્રોના વર્ણન સાથે રામ લીલા, કૃષ્ણ લીલા, સ્વામિનારાયણ ભગવાનનું સત્સંગ, વગેરેના દર્શન કરવાનું એક આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં 200 કુંડી મહા વિષ્ણુ યજ્ઞ યોજાશે. જેમાં એક સાથે 800 દંપતીઓ ભાગ લેશે.

હરિભક્તો માટે એક ખૂબ મોટો પ્રદર્શન વિભાગ પણ તૈયાર થઈ રહ્યો છે જેમાં પક્ષી અભ્યારણ, બાળનગરી, લાઈટિંગ ગાર્ડન, ગ્રામીણ સંસ્કૃતિ વગેરે નિહાળી શકાશે.એક સાથે 60,000 લોકો પ્રસાદ ગ્રહણ કરી શકે તેવા ડોમ, એક સાથે 80,000 હરિભક્તો કથા સાંભળી શકે તેવા મહાકાય ડોમ, તેમજ અદ્ભુત લાઈટિંગ સાથે પ્રદર્શન જેમાં સંસ્કૃતિના આબેહૂબ દર્શન, ગોરીલા ગાર્ડન વગેરે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

કચ્છમાં પ્રથમ વખત 250 એકરમાં ભવ્ય ઉત્સવ યોજવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં 40થી વધુ દેશોમાંથી હરી ભક્તો આવશે આ મહોત્સવમાં દેશના વડાપ્રધાન, ઉતર પ્રદેશના મુખ્યપ્રધાન, ગુજરાતના મુખ્યપ્રધાન, રાજ્યપાલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા સહિત કેન્દ્રીય પ્રધાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉત્સવ માટે નાના મોટા મળીને 25 જેટલા ડોમ ઊભા કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઉત્સવ માત્ર કચ્છ કે ગુજરાત માટે નહીં પરંતુ દેશભરના લોકો અને પરદેશથી પણ મોટી સંખ્યામાં પધારતા લોકો માટેનો રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news