Nadiad: મિત્રને ઘરે ગયેલા યુવકને મિત્રની પત્નીએ કહ્યું, મારા પતિ તો નથી પણ હું તો છુંને આવો...
Trending Photos
યોગીન દરજી/ નડિયાદ : શંકાનો કીડો જ્યારે મગમાં ઘૂસેને ત્યારે સબંધોનો નાસ થઇ જતો હોય છે. આવી જ એક ઘટના નડીયાદમાં બની હતી. શહેરમાં નવસાદમીયા નામના વ્યક્તિને તેની પત્નિના ચારીત્ર પર શંકા હતી. જેથી તેણે અબ્દુલ કાદર નામના વ્યક્તિને રાત્રીના સમયે પોતાની દુકાન પર બોલાવ્યો. બંને વચ્ચે શંકાના કીડાએ એવો તો ઝઘડો કરાવ્યો કે, ઉશ્કેરાયેલા અબુદલ કાદરે નવસાદને તિક્ષ્ણ હથીયારના ઘા મારી હત્યા કરી નાકી હતી. ક્રૃરતાથી ભરી આ મર્ડર મીસ્ટ્રીનો કેસ નડિયાયદ કોર્ટમાં ચાલતો હતો જેમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
નડિયાદ કોર્ટમાંથી જેલમાં જઇ રહેલ આ આરોપી છે. અબ્દુલકાદર મહંમદહનીફ મલેક. નડિયાદનના ગાજીપુરવાડામાં રહેતા અબ્દુલે 29 ઓગસ્ટ 2018ના રોજ પોતાના જ મીત્ર નવસાદની હત્યા કરી નાખી હતી. કારણ હતુ શંકાનો કીડો. નવસાદને અબ્દુલ પર શંકા હતી કે, તે તેની પત્ની સાથે આડા સબંધ ધરાવે છે. પત્નિ સાથે અવાર નવાર આ બાબતે ઝઘડતા નવસાદે 29 ઓગસ્ટના રોજ નક્કી કરી લીધુ હતુ કે, તે અબ્દુલને આ બાબતે ઠપકો આપશે. જેથી તેણે અબ્દુલને પોતાની દુકાનો બોલાવ્યો હતો. નિડયાદના ખોડીયાર ગરનાળા પાસે નવસાદની દુકાન પર રાત્રીના 10 વાગ્યે બંને ભેગા થયા હતા.
જ્યા આડા સબંધોને લઇ બંને વચ્ચે ખુબ જ બોલાચાલી થઇ હતી. અને ઝઘડો એટલોતો ઉગ્ર બની ગયો હતો કે, અબ્દુલે દુકાનમાં પડેલ તિક્ષ્ણ હથીયાર લઇ નવસાદના શરીર પર 18 ઘા કરી નાખ્યા હતા. આ ઘટનામાં નવસાદનું આખુ શરીર લોહીથી લથબથ થઇ ગયું હતું. તેનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયુ હતું. સમગ્ર ઘટનાની જાણ નિડયાદ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જેઓએ ઘટનાનું નીરીક્ષણ કરી ગણતરીના કલાકોમાં આરોપી અબ્દુલકાદરને ઝડપી પાડ્યો હતો.
સમગ્ર ઘટનાનો કેસ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલતા જજ એલ.સી.પીરઝાદાએ આરોપી અબ્દુલ કાદરને આજીવન કેદની સજા ફટકારી છે. ઉપરાંત રૂ.10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સમગ્ર ઘટનામાં સરકારી વકીલ ગોપાલ વી ઠાકુરે 15 જેટલા સાહેદો તેમજ 33 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજુ કર્યા હતા. જેનો અભ્યાસ કર્યા બાદ કોર્ટ દ્વારા આરોપીને સખતમાં સખત સજા સંભળાવવામાં આવી છે. નડિયયાદના બજારમાં 2018માં બનેલી ઘટનાના એ દ્રસ્યો આજે પણ લોકોના દીમાગમાં તાજા છે, ત્યારે કોર્ટ દ્વારા સંભળાવેલ આ સજા ગુનેગારો માટે દાખલારૂપ બની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે