2.5 ફૂટની મૂછો ધરાવતા આ ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર
સાબરકાંઠા લોકસભાની બેઠકનો ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમ્યાન એક એવા પણ ઉમેદવાર છે કે જેઓ પોતાની અઢી ફુટ લાંબી મુછો ધરાવે છે. અને લાંબી મુછોને લઇને નિવૃત્ત આર્મી કેપ્ટન મગનભાઇ સોલંકી આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. સૈન્યમાં કેપ્ટન પદેથી નિવૃત્ત થયેલા મગનભાઇ સોલંકી પોતાની મુછો પર ગર્વ ધરાવે છે. મગનભાઇ પોતાની મુછોને લઇને વિસ્તારમાં જાણીતા છે. કારણ કે તેમની મુછો અઢી ફુટ જેટલી લાંબી છે અને લાંબી મુછોને લઇને તેઓ અલગ ઓળખ ધરાવે છે.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: સાબરકાંઠા લોકસભાની બેઠકનો ચુંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમ્યાન એક એવા પણ ઉમેદવાર છે કે જેઓ પોતાની અઢી ફુટ લાંબી મુછો ધરાવે છે. અને લાંબી મુછોને લઇને નિવૃત્ત આર્મી કેપ્ટન મગનભાઇ સોલંકી આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. સૈન્યમાં કેપ્ટન પદેથી નિવૃત્ત થયેલા મગનભાઇ સોલંકી પોતાની મુછો પર ગર્વ ધરાવે છે. મગનભાઇ પોતાની મુછોને લઇને વિસ્તારમાં જાણીતા છે. કારણ કે તેમની મુછો અઢી ફુટ જેટલી લાંબી છે અને લાંબી મુછોને લઇને તેઓ અલગ ઓળખ ધરાવે છે.
મગનભાઇ અને તેમના પત્નિ દરરોજ મગન ભાઇની મુછોને સવારવામાં સવારે એક કલાકનો સમય ખર્ચે છે આ માટે સવારે મુછોને શેમ્પુ થી ધોઇને ખાસ પ્રકારના તેલથી માલીશ કરે છે. અને માલિશ કર્યા બાદ લાંબી મુછોને ગોળ વાળીને પોતાના બંને ગાલ પર રાખે છે અને આમ તેમનો ચહેરો એક ફૌજીને શોભે તેવો ભરાવદાર દેખાઇ આવે છે. મગનભાઇ આમતો ૧૯ વર્ષ ની ઉમર થી જ પોતાની મુછોની પર સાર સંભાળ લેવાની શરુઆત કરી હતી અને મુછોને ક્યારેય જીવનમાં કાતરને અડવા દીધી નથી.
વડોદરાના દિગ્ગજ કલાકાર જ્યોતિ ભટ્ટને પદ્મશ્રી પુરસ્કાર એનાયત
આમ કરતા કરતા આજે તેમની મુછો અઢી ફુટ જેટલી લાંબી થઇ ચુકી છે. ફૌજમાં હતા. ત્યારે મુછોને લઇને ફૌજમાં પણ તેઓ અન્ય જવાનોથી અલગ તરી આવતા હતા. અને તેમને ફૌજમાં પણ તેમને મુછોની માવજત કરવા અને તેને સવાંરવાને લઇને ઇનામો પણ મળતા હતા. ત્યાર બાદ 28 વર્ષ સેવા આપી હતી અને હવે નિવૃત્ત થઇને પોતાની સિક્યુરીટી સંસ્થા ઉભી કરી છે.
પણ આ પહેલા તેઓ ખાનગી કંપનીમાં સીક્યુરીટી ઓફીસર તરીકે નોકરી મેળવવા જતા જ તેમની મુછોએ પણ તેમને ખાસ આકર્ષણ ઉભુ કરતા સરળતાથી નોકરી મળી જતી હતી. મગનભાઇને પત્નિ મંજુલાબેન પણ મગનભાઇને તેમની મુછો માટે દરરોજ વિશેષ કાળજી લેવા માટે મદદ કરી રહ્યા છે. આમ તો આટલી લાંબી મુછોએ આકર્ષણનુ કેન્દ્ર છે. અને આકર્ષણનો લાભ લઇને હવે મગનભાઇએ અપક્ષ ઉમેદવારીમાં ફોર્મ તો ફરી દીધુ છે. પણ તેઓ ખાસ પ્રચાર કરતા નજરે નથી ચઢતા પણ આકર્ષણ જરુર વર્તાઇ રહ્યુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે