ખુશખબર! જામનગરમાં મુકેશ અંબાણી 75 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ, આ બિઝનેસ સ્થાપશે
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોકેમિકલ, ઓઇલ એન્ડ ગેસ, ટેલિકોમ અને રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલી છે. જૂથની આવકનો 60 ટકા હિસ્સો ઓઇલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસમાંથી આવે છે.
Trending Photos
જામનગર: મુકેશ અંબાણીએ ગુરુવારે આયોજિત રિલાયન્સ ફેમિલી ડે ફંક્શન 2022 દરમિયાન મોટી જાહેરાતો કરી છે. “આપણી આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં આપણે ટકાઉ અને સ્થિર રીતે 40 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવી શકીએ છીએ. આ ધ્યેય વાસ્તવિક અને પ્રાપ્ત કરી શકાય તેવું છે.
અંબાણીએ એ પણ જાહેરાત કરી છે કે, કંપની ભારતની પ્રથમ કાર્બન ફાઇબર ફેક્ટરી સ્થાપવા અને પોલિએસ્ટર અને વિનાઇલ જેવા અન્ય ક્ષેત્રોમાં ક્ષમતા વધારવા માટે આગામી પાંચ વર્ષમાં તેના ઓ 2સી બિઝનેસમાં 75,000 કરોડનું રોકાણ કરશે. ગ્રૂપ જામનગરમાં સંપૂર્ણ સંકલિત નવી ઉર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમ સ્થાપવા માટે 75,000 કરોડનું રોકાણ કરવાની તેની પ્રતિબદ્ધતાને વેગ આપવા માટેની યોજનાઓ પર પણ કામ કરી રહ્યું છે.
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોકેમિકલ, ઓઇલ એન્ડ ગેસ, ટેલિકોમ અને રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલી છે. જૂથની આવકનો 60 ટકા હિસ્સો ઓઇલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસમાંથી આવે છે. જો કે, ઓઇલ રિફાઇનિંગ બિઝનેસ પર તેની નિર્ભરતા ઘટાડવા માટે, જૂથ રિટેલ, ટેલિકોમ્યુનિકેશન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ તેની દખલ વધારી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, અંબાણીએ તેમની 2.75 ટ્રિલિયન ડોલરની મેગા ઇન્વેસ્ટમેન્ટ યોજનાઓનું અનાવરણ કર્યું અને ઉત્તરાધિકાર યોજનાની રૂપરેખા આપી. જૂથ 2027 સુધીમાં તેની બજાર કિંમત બમણી કરવા માંગે છે.
આ પણ વાંચો:
મુકેશ અંબાણીએ રિલાયન્સ ફેમિલી ડે ફંક્શન 2022ના પ્લેટફોર્મ પરથી Jio True 5G સંબંધિત એક મોટી જાહેરાત કરી છે. અંબાણીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવતા વર્ષે એટલે કે 2023માં Jio 5Gને દેશભરમાં લોન્ચ કરવાનો ટાર્ગેટ કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવામાં આવશે. આગામી 12 મહિનાની અંદર Jio 5G નેટવર્ક દેશભરમાં પહોંચાડવામાં આવશે અને 5G દરેક Jio વપરાશકર્તાના મોબાઇલ નંબર પર કનેક્ટ કરવામાં આવશે.
2023માં આખા દેશને Jio 5G મળશે
રિલાયન્સ ફેમિલી ડે ફંક્શન 2022 ઇવેન્ટ દરમિયાન, મુકેશ અંબાણીએ કંપનીના 5G પ્લાન પર પ્રકાશ પાડ્યો હતો. ભૂતપૂર્વ ચેરમેનના જણાવ્યા અનુસાર તેઓ આગામી એક વર્ષમાં દેશના તમામ ટેલિકોમ વર્તુળોમાં તેમના 5G નેટવર્કને સક્રિય કરવાની યોજના ધરાવે છે. Jio 5G ડિપ્લોયમેન્ટ આવતા વર્ષ સુધીમાં પૂર્ણ થઈ જશે અને તમામ Jio નંબરોને 5G નેટવર્કમાં અપગ્રેડ કરવામાં આવશે.
આ પણ વાંચો:
Jio True 5G ઝડપથી વધી રહ્યું છે
Jio 5G નેટવર્કને ભારતના દરેક ખૂણે લઈ જવાની યોજનાઓ સાથે અંબાણીએ કંપની દ્વારા કરવામાં આવી રહેલા વર્તમાન કાર્યની પણ પ્રશંસા કરી છે. તેમણે Jio 5G નેટવર્કને ઝડપી ગતિએ ઉપલબ્ધ કરાવવા બદલ Jio નેટવર્કની સમગ્ર ટીમનો આભાર માન્યો છે. અંબાણીનું કહેવું છે કે Jio True 5G નેટવર્ક ઇન્સ્ટોલેશનનું કામ આખી દુનિયામાં સૌથી ઝડપથી થઈ રહ્યું છે અને 2023માં આ ગતિ વધુ ઝડપી બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે