ગુજરાતના નવા સંકટનો સામનો કેવી રીતે કરશે રૂપાણી સરકાર, સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસના 659 કેસ
Trending Photos
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, મ્યુકોરમાઈકોસિસના કેસ વધે છે. તેના માટે પણ વ્યવસ્થા કરીએ છીએ. દવાઓ અને ઇજેક્શન બધાને મળી રહે તેવા પ્રયાસો ચાલુ છે
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોનાનું સંકટ હજી ટળ્યુ નથી, પરંતુ બીજુ મોટું સંકળ માથે ઉભુ રહ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાથી મોત થતા હતા, પરંતુ હવે મ્યુકોરમાઈકોસિસ નામની બીમારી પણ લોકોનો ભોગ લઈ રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોમાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) ના દર્દી વધી રહ્યાં છે. મ્યુકોરમાઈકોસિસના વધી રહેલા કેસ વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, મ્યુકોરમાઈકોસિસના કેસ વધે છે. તેના માટે પણ વ્યવસ્થા કરીએ છીએ. દવાઓ અને ઇજેક્શન બધાને મળી રહે તેવા પ્રયાસો ચાલુ છે.
આ પણ વાંચો : ત્રીજી લહેરને પહોંચી વળવા ગુજરાત સરકારના પ્લાનિંગ વિશે જાણો શું કહ્યું સીએમ રૂપાણીએ...
સૌરાષ્ટ્રમા મ્યુકોરમાઈકોસિસના 659 દર્દી
કોરોના બાદ સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના અત્યાર સુધી 659 દર્દી નોંધાયા છે. તો બીજી તરફ, હળવદમાં 2 અને જામનગર 1 દર્દીના આંખની રોશની આ બીમારીથી છીનવાઈ ગઈ છે. અમરેલી યાર્ડના ચેરમેનનું મ્યુકોરમાઇકોસિસ બાદ બ્રેઇન સ્ટ્રોકથી મૃત્યુ થયું છે. સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસના કેટલા દર્દી છે તેનો આંકડો જોઈએ.
- રાજકોટ સિવિલમાં 77 દર્દી દાખલ છે, જેમાં 31 દર્દી રાજકોટ જિલ્લાના દાખલ
- રાજકોટમાં કુલ 400 કેસ
- મોરબીમાં 200 કેસ
- જામનગરમાં 35 કેસ
- જૂનાગઢમાં 15 કેસ
- હળવદમાં 6 કેસ
- પોરબંદરમાં 3 કેસ
આ પણ વાંચો : ગુજરાતના 3 નાના શહેરોએ લોકડાઉન લંબાવ્યું, અહી સ્થિતિ હજી થાળે નથી પડી
તો બીજી તરફ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ મ્યુકર માઈકોસિસના દર્દી દાખલ છે. 45 જેટલા દર્દી વેઇટિંગમાં છે. પહેલા વેવમાં સિવિલની ઓપીડીમાં દરરોજ આશરે ત્રણ-ચાર દર્દી આવતા હતા જે આંકડો વધીને 20 ઉપર પહોંચ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે