સરકારમાં તો ફટકાબાજી કરવા ન મળી તો ક્રિકેટના મેદાનમાં ફટકાબાજી કરવા પહોંચ્યા

Viral Video : મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથારનો વીડિયો વાયરલ...ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવા બેટિંગ પર અજમાવ્યો હાથ...પૂર્વ આરોગ્ય મંત્રી નિમિષા સુથારે ક્રિકેટરની જેમ પીચ પર આગવા અંદાજમાં કરી બેટિંગ.....

સરકારમાં તો ફટકાબાજી કરવા ન મળી તો ક્રિકેટના મેદાનમાં ફટકાબાજી કરવા પહોંચ્યા

MLA Playing Cricket Video જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : ગુજરાતમાં 156 ધારાસભ્યો સાથે વિજેતા બનનાર ભાજપે ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારમાં 16 મંત્રીઓને સ્થાન આપ્યું છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રહેલા મંત્રીઓને પણ કાપી નાખ્યા છે. આવું જ એક નામ છે પૂર્વ આરોગ્યમંત્રી અને હાલ મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષાબેન સુથાર. જેમનો હાલમાં એક ક્રિકેટ રમતો વિડિઓ વાયરલ થયો છે. જેઓ સરકારમાં હતા એ સમયે પણ ફટકાબાજી કરી શક્યા ન હતા. હવે સરકારની બહાર રહી ક્રિકેટના મેદાનમાં ફટકાબાજી કરી રહ્યા છે. નિમિષાબેન સુથાર આગવા અંદાજમાં બેટિંગ કરતાં જોવા મળતાં તેમને ક્રિકેટ રમતા જોઈને ઘણા નવાઈ પામ્યા હતા. 

જેઓ એક પ્રોફેસનલ ક્રિકેટરની જેમ જ પીચ પર ફટકબાજી કરતા જોવા મળ્યા હતા. ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવા માટે નિમિષાબેન સુથાર પણ તેમની સાથે ક્રિકેટ રમ્યા હતા. નિમિષાબેન સુથાર મહિલા આદિવાસી નેતા તરીકે આ ચૂંટણી બાદ મંત્રી બનવાના પાક્કા દાવેદાર હતા પણ તેમનું પત્તું કપાઈ ગયું હતું. વિદ્યાર્થીઓની ક્રિકેટ મેચનો શુભારંભ કરાવવા ગયેલા નિમિષાબેન સુથારે બેટીંગ કરી લોકોને મોહી લીધા હતા. મેચનો શુભારંભ કરાવતી વેળાનો બેટિંગ કરતો વિડિઓ હાલમાં સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ રહ્યો છે. બેટીંગ દરમિયાન ફટકા બાઝી કરી ધારાસભ્યએ ચાહકોના દિલ જીતી લીધા હતા. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ પણ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર ટીમલીના તાલે મન મૂકીને ઝુમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. નિમિષાબેન સ્થાનિક મહિલાઓ સાથે ડીજેના સથવારે ટીમલીના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. નિમિષાબેન સુથાર વિજેતા થયા બાદ પોતાના વિસ્તારમાં આભાર દર્શન કાર્યક્રમ દરમ્યાન હળવા મૂડમાં જોવા મળ્યા છે. નિમિષાબેન સુથારના આ સાદગી અને મળતાવડા સ્વભાવને લઈ મોરવા હડફ વિધાનસભામાં મહિલાઓ જબરદસ્ત સમર્થન કરી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news