5 હજારથી વધુ મહિલાઓ રસ્તા પર ઉતરે તેવા એંધાણ, આંદોલન માટે કરી મિટિંગ

15 દિવસ અગાઉ પણ 5 હજાર જેટલા પશુપાલકો અને ખેડૂતોએ મલાણા તળાવ ભરવા માટે ટ્રેકટર રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું પરંતુ કોઈ નિકાલ ન આવતા હવે આગામી સમયમાં 5 હજારથી વધુ મહિલાઓએ પાણી માટે રસ્તા પર ઉતરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

5 હજારથી વધુ મહિલાઓ રસ્તા પર ઉતરે તેવા એંધાણ, આંદોલન માટે કરી મિટિંગ

અલકેશ રાવ, બનાસકાંઠા: પાલનપુર તાલુકાના મલાણા ગામનું તળાવ ભરવાની છેલ્લા 25 વર્ષથી માંગ છે પરંતુ તળાવમાં પાણી ના ભરાતા આજે ફરી એકવાર મોટા પ્રમાણમાં મહિલાઓએ આંદોલન માટે મિટિંગ કરી હતી. 15 દિવસ અગાઉ પણ 5 હજાર જેટલા પશુપાલકો અને ખેડૂતોએ મલાણા તળાવ ભરવા માટે ટ્રેકટર રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું પરંતુ કોઈ નિકાલ ન આવતા હવે આગામી સમયમાં 5 હજારથી વધુ મહિલાઓએ પાણી માટે રસ્તા પર ઉતરે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

પાલનપુર પંથકમાં પાણીની વિકટ પરિસ્થિતિને લઈને પાલનપુર તાલુકાનું મલાણા તળાવ ભરવાની છેલ્લા 25 વર્ષથી માંગ છે પરંતુ ખેડૂતો અને પશુપાલકોની આ માંગણી સંતોષાતી નથી. પાલનપુર તાલુકાના મલાણા આજુબાજુના 50 ગામોને આ તળાવ સીધી અસર કરે છે. જો આ તળાવમાં પાણી હોય તો તે પોતાના પશુપાલન પણ નિભાવી શકે અને તેમના પાણીનાં તળ પણ ઊંચા આવે જેને લઈને 15 દિવસ અગાઉ 5 હજાર જેટલા ખેડૂતોએ ટ્રેકટર તેમજ પગપાળા રેલી યોજી તળાવ ભરવાની માંગ કરી હતી.

પરંતુ સરકારે ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય ન કરતા આજે ફરી એકવાર આજે મલાણા પંથકના મહિલા આગેવાનો અને ખેડૂતોની આજે પરપડા ગામે મીટીંગ મળી હતી અને આગામી સમયમાં 5 હજાર જેટલી મહિલાઓ કલેક્ટર કચેરી તરફ કૂચ કરશે અને પાણી માટે આંદોલન કરશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. સરકાર આ પશુપાલકોના હિતમાં નિર્ણય નહીં લે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર પણ થશે જે પ્રકારે પાણીની જરૂરિયાત છે અને પાણીની માંગણી છે પરંતુ આ માગણી ન સંતોષાતા આખરે હવે મહિલાઓએ રસ્તા પર ઉતરવું પડશે.

અન્ય સમાચાર અહીં વાચો:-

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news