સુરતમાં 40થી વધુ બેંક કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં


સુરત બેંકના કર્મચારીઓ ભયના ઓથા નીચે  કામ કરી રહ્યા છે. કોરોના સક્રમિત વિસ્તારના બેંક કર્મચારીઓ સુપર સ્પ્રેડર બની શકે છે.
 

સુરતમાં 40થી વધુ બેંક કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં

સુરતઃ સુરત શહેર તથા ગ્રામ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તો બેન્ક કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સુરતના 40થી વધારે બેંક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. તો કમલેશ ગાવિત નામના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું છે. 

સુરત બેંકના કર્મચારીઓ ભયના ઓથા નીચે  કામ કરી રહ્યા છે. કોરોના સક્રમિત વિસ્તારના બેંક કર્મચારીઓ સુપર સ્પ્રેડર બની શકે છે. 15000થી વધારે કર્મચારીઓ ભય નીચે કામ કરી રહ્યાં છે. સંક્રમિત વિસ્તારની બેંકો બંધ રાખવાની માગ બેંક એમ્પલોય એસોસિએશને કરી છે. અથવા બેંક કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી માગવામાં આવી છે.

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 925 કેસ, 10 મૃત્યુ, 791 ડિસ્ચાર્જ

કલેક્ટર અને મહાનગર પાલિકાના કમિનશરને પણ રજૂઆત કરવામાં આવી છે. સંક્રમિત વિસ્તાર સિવાયની બેંક સવારે 10થી 2 સુધી ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે. તો બેંક ઓછા સ્ટાફે ચલાવવામાં આવે તથા સુરક્ષાના બધા સાધનો રાખવામાં આવે તે માગ પણ કરવામાં આવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news