મોરબીમાં જળબંબાકાર: ટંકારામાં 10 ઈંચથી વધુ વરસાદથી લોકો ફસાયા, મચ્છુ ડેમ ઓવરફ્લો

મોરબી જિલ્લામાં વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં વહેલી સવારે બે કલાકમાં હળવદમાં 3 ઈંચ, મોરબીમાં 2 ઈંચ, ટંકારામાં પોણો ઈંચ, વાંકાનેર અને માળીયામાં અડધો ઈંચ વરસાદ નોંધોય છે. જ્યારે મોરબી જિલ્લાના ટંકારમાં છેલ્લા 18 કલાકમાં 10 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
મોરબીમાં જળબંબાકાર: ટંકારામાં 10 ઈંચથી વધુ વરસાદથી લોકો ફસાયા, મચ્છુ ડેમ ઓવરફ્લો

હિમાંશુ ભટ્ટ, મોરબી: મોરબી જિલ્લામાં વહેલી સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં વહેલી સવારે બે કલાકમાં હળવદમાં 3 ઈંચ, મોરબીમાં 2 ઈંચ, ટંકારામાં પોણો ઈંચ, વાંકાનેર અને માળીયામાં અડધો ઈંચ વરસાદ નોંધોય છે. જ્યારે મોરબી જિલ્લાના ટંકારમાં છેલ્લા 18 કલાકમાં 10 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

મોરબી જીલ્લાના તમામ તાલુકામાં છેલ્લા 18 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે. મોરબી જિલ્લામાં સાડા ત્રણથી લઇને 10 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ટંકારા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. મોરબી શહેર અને તાલુકામાં પોણા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે માળિયા તાલુકામાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. હળવદ તાલુકામાં પણ સાડા ત્રણ ઈચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

વાંકાનેર તાલુકામાં ધીમીધારે 6 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. હાલમાં મોરબી જીલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. ટંકારામાં 10 ઈંચ કરતા વધુ વરસાદથી લોકો ફસાયા છે. ટંકારના સર્કિટ હાઉસ નજીક નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં આઠ લોકો ફસાયા હતા. મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે, મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં તમામને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે. જેના કારણે નદીના બે કાંઠે બેઠો પુલ બંધ કરવામાં આવ્યો છે. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. મોરબી જીલ્લાનો મહાકાય મચ્છુ બે ડેમ ઓવરફલો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. હાલમાં ડેમના 38 દરવાજામાંથી 12 દરવાજા 8 ફુટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. ડેમમાંથી અત્યારે 59,616 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે.

ભારે વરસાદ અને ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકને કારણે મોરબી જીલ્લામાં 10માંથી 9 ડેમ ઓવરફલો થયા છે.

  • મચ્છુ-1 ડેમ હાલમાં ૦.૪૯ એમટીથી ઓવરફલો
  • મચ્છુ-2 ડેમના ૧૨ દરવાજા આઠ ફુટ ખુલ્લા
  • મચ્છુ-3 ડેમના 15 દરવાજા પાંચ ફુટ ખુલ્લા
  • ડેમી-1 ડેમ હાલમાં ૦.૨૫ મીટરથી ઓવરફલો
  • ડેમી-2 ડેમના 12 દરવાજા સાત ફુટ ખુલ્લા
  • ડેમી-3 ડેમના 13 દરવાજા પાંચ ફુટ ખુલ્લા
  • ઘોડાધ્રોઇ ડેમના 3 દરવાજા એક ફુટ ખુલ્લા
  • બંગાવડી ડેમ હાલમાં 1 મીટરથી ઓવરફલો
  • બ્રાહ્મણી-1 ડેમમાં પાણીની સારી આવક
  • બ્રાહ્મણી-2 ડેમમાં 1 દરવાજો એક ફુટ ખુલ્લો

આ પણ વાંચો:- દ્વારકા: ગણેશ ચતુર્થીના દિવસે મહિલાએ 4 હાથ અને 4 પગ વાળા બાળકને જન્મ આપ્યો

ઉલ્લેખનીય છે કે, ગીરગઢડામાં આભ ફાટવા જેવી સ્થિતિ બની છે. 4 ઇંચ વરસાદ થતાં રૂપેણ નદીમાં ભારે પૂર આવી ગયું છે. નદીના પાણી આડા ફાટી ખેતરોમાં ઘૂસી ગયા છે. જેથી ખેતરોને ભારે નુકસાની જોવા મળી છે. ગીર સોમનાથમાં ગઢડા અને જંગલ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. ગીર ગઢડામાં 4 ઈંચ વરસાદ, તો કોડીનારમાં 2 ઈંચ અને ઉનામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ભરાયા છે. અરણેજ, દેવળી, કાંટાળા, ઘાંટવડમાં મૂશળધાર વરસાદ તૂટી પડ્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news