વડોદરા : રાત્રિ કરફ્યુનું અમલ કરાવી રહેલા LRD જવાનને મોપેડ ચાલકે નીચે પટક્યો, મોત થયું

વડોદરામાં એલઆરડી જવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. રાત્રિ કરફ્યુનું અમલ કરાવી રહેલા જવાન પ્રતીક સોલંકીનું મોત નિપજતા ખળભળાટ મચ્યો છે. કરફ્યુનો ભંગ કરી જઇ રહેલા મોપેડ ચાલકના કારણે થયું મોત નિપજતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મોપેડ ચાલકે પૂર ઝડપે સ્પીડ બ્રેકર કુદાવતા પાછળ બેસેલા એલઆરડી જવાન રોડ પર પડી જતા મોત નિપજ્યું છે. નિઝામપુરામાં બનેલી આ ઘટનામાં ફતેગંજ પોલીસે મોપેડ ચાલક કુશવંત ધોત્રા સામે ગુનો દાખલ કર્યો છે. જોકે, મોપેડ ચાલક ફરાર થયો છે. 
વડોદરા : રાત્રિ કરફ્યુનું અમલ કરાવી રહેલા LRD જવાનને મોપેડ ચાલકે નીચે પટક્યો, મોત થયું

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં એલઆરડી જવાનનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. રાત્રિ કરફ્યુનું અમલ કરાવી રહેલા જવાન પ્રતીક સોલંકીનું મોત નિપજતા ખળભળાટ મચ્યો છે. કરફ્યુનો ભંગ કરી જઇ રહેલા મોપેડ ચાલકના કારણે થયું મોત નિપજતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મોપેડ ચાલકે પૂર ઝડપે સ્પીડ બ્રેકર કુદાવતા પાછળ બેસેલા એલઆરડી જવાન રોડ પર પડી જતા મોત નિપજ્યું છે. નિઝામપુરામાં બનેલી આ ઘટનામાં ફતેગંજ પોલીસે મોપેડ ચાલક કુશવંત ધોત્રા સામે ગુનો દાખલ કર્યો છે. જોકે, મોપેડ ચાલક ફરાર થયો છે. 

ફી વધારાના સમાચાર વચ્ચે ગુજરાતની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી 

પ્રાપ્ત માહિતી અનુસાર, ફતેગંજ વિસ્તારમાં બે દિવસ પહેલા પ્રતિક સોલંકીએ રાત્રે ટુ-વ્હીલર ચાલકને પોલીસે રોક્યો હતો. તેની સામે કર્ફ્યુના ભંગની કાર્યવાહી કરવા LRD જવાન આરોપીની સાથે તેના ટુ-વ્હીલર પર બેસીને પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો. આ સમયે જ સ્પીડ બ્રેકર આવતા આરોપીએ ટુ-વ્હીલર તેના પરથી કૂદાવી દીધી હતી. અચાનક જર્ક આવતા LRD જવાન ઉછળીને નીચે પટકાયો હતો. પ્રતિકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 

જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કેવી રીતે મોપેડ ચાલકે ટુ-વ્હીલરમાંથી પ્રતિકને નીચે પટક્યો હતો. પરંતુ મોપેડ ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે સીસીટીવીના આધારે મોપેડ ચાલકની તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકોએ LRD જવાનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. ફતેગંજ પોલીસે ગુનો નોંધીને આરોપી કુશવંતસિંગ રવિન્દ્રસિંગ ધોત્રાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલો આ આરોપી શહેરના ધારાશાસ્ત્રીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news