ગુજરાતમાં ચોમાસું આવ્યું પણ વરસાદ ક્યાં છે? જાણો આગામી 5 દિવસ ક્યા કેવો રહેશે વરસાદ

Gujarat Monsoon 2024: હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય, દક્ષિણ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદનું અનુમાન છે. 13 જૂને જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે.

ગુજરાતમાં ચોમાસું આવ્યું પણ વરસાદ ક્યાં છે? જાણો આગામી 5 દિવસ ક્યા કેવો રહેશે વરસાદ

Gujarat Monsoon 2024: રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. જો કે 12 જૂને રાજ્યમાં નહીંવત વરસાદ જોવા મળ્યો. પરંતુ રાજ્યમાં આગામી 5 દિવસ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ક્યાં અને ક્યારે પડશે વરસાદ?

 • ચોમાસું શરૂ પણ 12 જૂને ન આવ્યો વરસાદ!
 • અમદાવાદનું આકાશ રહ્યું કોરુ ધાકોર
 • દક્ષિણમાં 2 દિવસ પહેલા વરસ્યો વરસાદ 
 • ચોમાસાનો પ્રારંભ તો ક્યારે થશે સાંબેલાધાર?

ગણેશ ગોંડલના કાંડ મામલે જયરાજસિંહ જાડેજાએ મૌન તોડ્યું; ભીસ વધતાં શું આપ્યું નિવેદન?

ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે, દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું પહોંચી ગયું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. મધ્ય, દક્ષિણ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદનું અનુમાન છે. 13 જૂને જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેમાં, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે.

13 જૂને ક્યાં આગાહી? 

 • અમદાવાદ, આણંદ, પંચમહાલ, દક્ષિણ ગુજરાત

રાજ્યમાં સારા વરસાદનું આ વખતે અનુમાન છે. સારો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક નિવડશે. આ વખતે ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. તિવ્ર ગરમી રહી હોવાને કારણે આ વખતે વરસાદ પણ વધારે રહેવાનું અનુમાન છે. 14 જૂને જ્યાં વરસાદની આગાહી કરાઈ છે તેની વાત કરીએ તો, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, ડાંગ અને નવસારીમાં વરસાદ વરસી શકે છે...વાત 15 જૂનની કરીએ તો, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં સારા વરસાદનું અનુમાન છે. 

14 જૂને ક્યાં આગાહી?

 • વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી

15 જૂને ક્યાં આગાહી?

ગુજરાતમાં વહેલું પ્રવેશી ગયેલું ચોમાસું હાલ નબળું પડ્યું હોવાથી ધોધમાર વરસાદ થઈ રહ્યો નથી. હાલ માત્ર છૂટોછવાયો વરસાદ જ રાજ્યમાં પડી રહ્યો છે. પરંતુ આગામી સમયમાં ફરી ચોમાસું વધુ તિવ્ર બનશે અને ધોધમાર વરસાદ ગુજરાતના આકાશમાંથી પડશે તેવું અનુમાન છે. 

 • ચોમાસું આવ્યું પણ વરસાદ ક્યાં છે?
 • ચોમાસું પ્રવેશ્યું પણ આકાશમાં પડ્યું નબળું
 • આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
 • દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન 
 • ક્યાં અને ક્યારે પડશે વરસાદ?
 • કાળઝાગ ગરમી બાદ હવે વરસાદના વધામણાં

રાજકોટ જેવી દુઘર્ટના અહીં થશે તો જવાબદાર કોણ? રોજ 250થી વધુ ખેલાડીઓ આવે છે રમવા!

ગુજરાતમાં આ વખતે આકાશમાંથી અગનગોળા વરસ્યા હતા. ખુબ જ તિવ્ર ગરમીનો સામનો સૌએ કરવો પડ્યો હતો. ખાસ અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, ડીસા, ગાંધીનગર સહિતના શહેરોમાં તો પારો 45 ડિગ્રીને પાર જતો રહ્યો હતો. તો કાળઝાલ ગરમીને કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો. પરંતુ હવે જ્યારે ગરમીની વિદાય થઈ ગઈ છે અને મેઘરાજાનું આગમન થઈ ગયું છે, ત્યારે આ વરસાદ ખેડૂતો માટે ખુબ જ લાભદાયી નિવડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news