Monsoon: રાજ્યના વાતાવરણમાં પલટો, અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા

ગુજરાતમાં રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. અચાનક આવેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે તો લોકોને ગરમીથી રાહત પણ મળી છે. 

Monsoon: રાજ્યના વાતાવરણમાં પલટો, અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા

ગાંધીનગરઃ રાજ્યમાં હવે ચોમાસાની સીઝન શરૂ થવામાં થોડા દિવસનો સમય બાકી છે. પરંતુ આ પહેલા મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. રવિવારે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા છે. રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ડાંગ, નવસારી જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થયું છે. 

રાજ્યના આ જિલ્લામાં થયું વરસાદનું આગમન
ગુજરાતમાં રવિવારે અનેક જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ મેઘરાજાનું આગમન થયું હતું. રાજ્યમાં આડે ડાંગ જિલ્લાના સાપુતારામાં વરસાદ પડ્યો હતો. અહીં સતત છઠ્ઠા દિવસે વરસાદનું આગમન થયું છે. ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. તો નવસારી જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ થયો છે. વરસાદના આગમનને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. 

બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. વડગામના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે. જલોત્રામાં ભારે વરસાદ થતાં રોડ પર પાણી ભરાયા છે. અચાનક શરૂ થયેલા વરસાદને કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. 

રાજ્યમાં બપોર બાદ રાજકોટ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ શહેર સહિત જેતપુર તાલુકામાં વરસાદ થયો છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો ગોંડલ રોડ, 150 ફૂટ રોડ, યુનિવર્સિટી રોડ સહિત અનેક જગ્યાએ છાંટા શરૂ થયા છે. જેતપુરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

રાજ્યમાં અચાનક વાતાવરણમાં આવેલા ફેરફારની અસર અમરેલી અને પંચમહાલ જિલ્લામાં પણ જોવા મળી છે. અમરેલી જિલ્લાના ઇશ્વરિયા ગામે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. તો લાઠી પંથકમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે. પંચમહાલના ગોધરામાં બફારા બાદ વરસાદનું આગમન થયું છે. અહીં વરસાદી ઝાપટાને કારણે વાતાવરણ ઠંડુ બની ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news