PHOTOS: જાણીતી ગુજ્જુ અભિનેત્રીની કારને નડ્યો અકસ્માત, ગાડીના ફૂરચા ઉડી ગયા

ગુજરાતી સીને જગતની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરની કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કારનું પડીકુ વળી ગયું છે. કચ્ચરઘાણ નીકળી ગયો છે. જો કે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. 
PHOTOS: જાણીતી ગુજ્જુ અભિનેત્રીની કારને નડ્યો અકસ્માત, ગાડીના ફૂરચા ઉડી ગયા

અમદાવાદ: ગુજરાતી સીને જગતની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરની કારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કારનું પડીકુ વળી ગયું છે. કચ્ચરઘાણ નીકળી ગયો છે. જો કે કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. 

મળતી માહિતી મુજબ ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી મોનલ ગજ્જરની કારને અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અકસ્માત નડ્યો. મોનલ જન્મદિવસની ટ્રીપ કરીને મિત્રો સાથે પરત ફરી રહી હતી. અકસ્માતમાં કારને ખુબ નુકસાન થયું છે પરંતુ સદભાગ્યે મોનલ કે અન્ય કોઈને ઈજાના અહેવાલ નથી. જે રાહતના સમાચાર છે. 

Image may contain: text

અત્રે જણાવવાનું કે મોનલ ગજ્જરે પોતાની કારકિર્દી બેંકમાં નોકરી કરીને શરૂ કરી હતી. સહકર્મીઓના પ્રોત્સાહનના કારણે ત્યારબાદ તેણે મોડલિંગમાં ડગ માંડ્યા અને દક્ષિણ ભારતની ફિલ્મોએ તેને અભિનેત્રી તરીકેની ઓળખ આપી હતી. હાલમાં જ રિલીઝ થયેલી રેવા ફિલ્મમાં મોનલનો અભિનય ખુબ વખણાયો હતો. 

Image may contain: car and outdoor

 

Image may contain: car and outdoor

 

Image may contain: car and outdoor

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news