દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું શંકાસ્પદ નિધન, આત્મહત્યા કરી હોવાનું અનુમાન

રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું નિધન થયું છે. 58 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. તેમને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું શંકાસ્પદ નિધન, આત્મહત્યા કરી હોવાનું અનુમાન

દાદરાનગર હવેલી: રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી (Dadaranagar Haveli) ના સાંસદ મોહન ડેલકર (Mohan delkar) નું નિધન થયું છે. 58 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું. તેમને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. મરીન ડ્રાઈવની સી ગ્રીન હોટલમાં નિધન થયું હતું. તેમની બોડી પાસેથી ગુજરાતીમાં લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી હતી. ઘટનાની જાણ થતાં મુંબઇ પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. 

તેઓ સાત ટર્મ સુધી સાંસદ રહ્યા છે. તેમણે કોંગ્રેસમાંથી રાજકારણની શરૂઆત કરી હતી. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો કહેવામાં આવી રહ્યો છે. જોકે પોલીસે હજુ સુધી પુષ્ટી કરી નથી અને પોલીસ કેસની તપાસ કરી રહી છે. 

મોહન ડેલકર (Mohan delkar) ની ઉંમર 58 વર્ષની છે. તે દાદરાનગર હવેલી (Dadaranagar Haveli)  લોકસભા ક્ષેત્રમાંથી અપક્ષ સાંસદ હતા. વર્ષ 1989માં મોહન ડેલકરે પહેલીવાર આ સંસદીય ક્ષેત્રમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તે ઘણીવાર અહીંથી સાંસદ બન્યા હતા. 

મોહન ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટીની તરફથી પણ સાંસદ બન્યા, 2009માં તેમણે કોંગ્રેસ પાર્ટી જોઇન કરી હતી. જોકે ગત લોકસભાની ચૂંટણી એટલી કે 2019માં તે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. 

કોણ હતા મોહન ડેલકર?
19 ડિસેમ્બર 1962માં જન્મ
કારકિર્દીની શરૂઆત સિલ્વાસામાં ટ્રેડ યુનિયન લીડર તરીકે કરી
1985માં આદિવાસી વિકાસ સંગઠનની સ્થાપના કરી
1989માં દાદરા નગરહવેલીના સાંસદ તરીકે અપક્ષમાંથી ચૂંટાયા
1991 અને 1996માં કોંગ્રેસમાંથી સાંસદ બન્યા
1998માં ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા
2004માં ફરી અપક્ષ સાંસદ બન્યા
4 ફેબ્રુઆરી 2009માં કોંગ્રેસમાં જોડાયા
2019માં પાર્ટીથી અલગ થયા અને અપક્ષ ચૂંટણી લડ્યા
2020માં જનતા દળ યુનાઈટેડમાં જોડાયા
7 ટર્મ સુધી દાદરા નગરહવેલીના સાંસદ રહ્યા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news