ભાજપે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી, ધારાસભ્ય મંગળ ગાવિતના રાજીનામાની ચર્ચા

મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવીને તોડજોડની નીતિ અપનાવી ચૂક્યું છે. જેમાં ભાજપે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી દીધી છે. ગઈકાલે કોંગ્રેસ (Congress) માંથી સાગમટા ચાર ધારાસભ્યોના રાજીનામા પડ્યા હતા. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી અનુસાર, કોંગ્રેસના 5માં ધારાસભ્યનું પણ રાજીનામું પડ્યું છે. ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે (Mangal Gavit) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ, પાંચ રાજીનામા બાદ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 68 થયું છે. ગઈકાલે કોંગ્રેસના જેવી કાકડિયા, સોમાભાઈ પટેલ, પ્રદ્યુમન જાડેજા અને પ્રવીણ મારુએ રાજીનામુ આપ્યું હતું. જેના બાદ સતત બીજા દિવસે મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. 

ભાજપે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી, ધારાસભ્ય મંગળ ગાવિતના રાજીનામાની ચર્ચા

બ્રિજેશ દોશી/ગાંધીનગર :મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha election) જીતવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવીને તોડજોડની નીતિ અપનાવી ચૂક્યું છે. જેમાં ભાજપે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી દીધી છે. ગઈકાલે કોંગ્રેસ (Congress) માંથી સાગમટા ચાર ધારાસભ્યોના રાજીનામા પડ્યા હતા. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી અનુસાર, કોંગ્રેસના 5માં ધારાસભ્યનું પણ રાજીનામું પડ્યું છે. ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે (Mangal Gavit) કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ, પાંચ રાજીનામા બાદ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 68 થયું છે. ગઈકાલે કોંગ્રેસના જેવી કાકડિયા, સોમાભાઈ પટેલ, પ્રદ્યુમન જાડેજા અને પ્રવીણ મારુએ રાજીનામુ આપ્યું હતું. જેના બાદ સતત બીજા દિવસે મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. 

ગઈકાલે જ્યારે કોંગ્રેસમાંથી રાજીનામા પડ્યાની વાતો સામે આવી હતી, ત્યારે સૌથી આગળ નામ ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનું હતું. તેમણે પણ રાજીનામ આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ બાદમાં જે ધારાસભ્યોના નામ સામેલ હતા, તેમાં મંગળ ગાવિત ન હતા. પરંતુ મંગળ ગાવિત પણ સંપર્ક બહાર હતા તેવું જાણવા મળ્યું હતું. ત્યારે હવે મંગળા ગાવિતે પણ રાજીનામુ આપ્યું હોવાનું સામે આવ્યું છે. 

રાજયસભાની ચૂંટણીને લઈ કોગ્રેસના ધારાસભ્યનો તોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો ગઈકાલે સાંજે જયપુર જવા રવાના હતા. જેમાં ગઈકાલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સવારથી ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમનો સંપર્ક થયો ન હતો.  જેનાથી કોંગ્રેસી નેતાઓ ચિંતામાં મૂકાયા હતા. કહેવાતું હતું કે, ડાંગના ધારાસભ્ય મંગળ ગાંવિત કોગ્રેસને વરેલા હોઈ તેઓ કોઈપણ કાળે ભાજપમાં નહી જાય. પરંતુ આખરે સોમવારે સવારે તેમના રાજીનામાની વાત સામે આવી હતી. 

તો કપરાડામાંથી પણ રાજીનામુ પડી શકે છે 
બીજી તરફ, કોંગ્રેસની વધુ એક વિકેટ પડે તો નવાઈની વાત નહિ હોય. કારણે સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરી પણ 36 કલાકથી સંપર્ક વિહોણા છે. રાજ્યસભામાં જીતુ ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવવાની તૈયારી બતાવી હતી. પરંતુ પાર્ટી દ્વારા જીતુ ચૌધરીની અવગણના થઈ હતી. એક ઉમેદવારી આદિવાસી નેતા જીતુ ચૌધરી, મંગળ ગાંવિત અથવા અનંત પટેલને આપવામાં આવે એવી હતી આ ત્રણેયની ઈચ્છા હતી. પાર્ટીના કેટલાક હોદ્દેદારો સાથે છેલ્લા ઘણા સમયથી જીતુ ચૌધરીને મતભેદ થતો હોવાની પણ વાત સામે આવી છે. ત્યારે જીતુ ચૌધરી પાયાના કાર્યકર્તાઓ સાથે પણ સંપર્કમાં ન રહેતા કપરાડાના કોંગી કાર્યકર્તાઓમાં પણ રોષ જોવા મળ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news