કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડી રહ્યા છે? સમરસતા સંમેલન કે શક્તિ પ્રદર્શન?

કોંગ્રેસના પીઢ અગ્રણી અને કોળી સમાજના નેતા એવા કુંવરજી બાવળીયા કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા હોવાની અટકળો તેજ બનતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ એક પછી એક ચાલતી પકડવા જઇ રહ્યા હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. આગામી રવિવારે કોળી સમાજના સંમેલનને લઇને મામલો વધુ વિવાદીત બન્યો છે. આ સંમેલન શક્તિ પ્રદર્શન હોવાની વાતો પણ ઉઠી રહી છે. જોકે આ મામલે આવું કંઇ ન હોવાનું તેમજ તેઓ પાર્ટીથી નારાજ ન હોવાનું ખુદ કુંવરજી બાવળીયાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી. 

કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડી રહ્યા છે? સમરસતા સંમેલન કે શક્તિ પ્રદર્શન?

અમદાવાદ : કોંગ્રેસના પીઢ અગ્રણી અને કોળી સમાજના નેતા એવા કુંવરજી બાવળીયા કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા હોવાની અટકળો તેજ બનતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ એક પછી એક ચાલતી પકડવા જઇ રહ્યા હોવાની પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. આગામી રવિવારે કોળી સમાજના સંમેલનને લઇને મામલો વધુ વિવાદીત બન્યો છે. આ સંમેલન શક્તિ પ્રદર્શન હોવાની વાતો પણ ઉઠી રહી છે. જોકે આ મામલે આવું કંઇ ન હોવાનું તેમજ તેઓ પાર્ટીથી નારાજ ન હોવાનું ખુદ કુંવરજી બાવળીયાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી. 

સૌરાષ્ટ્ર કોળી સમાજના આગેવાન અને રાજકીય અગ્રણી કુંવરજી બાવળીયા કોંગ્રેસથી નારાજ હોવાની વાતો ઉઠવા પામી છે. પાર્ટી દ્વારા સતત એમની અવગણના કરાતી હોવાની લઇને તેઓ કોંગ્રેસ છોડી રહ્યા હોવાની અટકળો તેજ બનતાં ગુજરાતનું રાજકારણ ચર્ચાએ ચડ્યું છે. જોકે આ અંગે સ્પષ્ટતા કરતાં કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે, સામાજિક રીતે મનદુઃખ દૂર થાય એ રીતે સમાજનું સામાજિક સંમેલન છે.

વધુ ખુલાસો કરતાં તેમણે કહ્યું કે, આ શક્તિ પ્રદર્શન નથી. સામાજિક સમરસતા સંમેલન છે. જેમાં સમાજના જ લોકો આવશે, પરંતુ બહારથી કોઇ આવે તો આવી પણ જાય. નજીકના કાર્યકરો કે આગેવાનો આવશે પરંતુ આ શક્તિ પ્રદર્શન નથી આ એક સામાજિક સમરસતા સંમેલન છે. હું પક્ષથી નારાજ નથી. ભૂતકાળમાં પણ કાર્ય કર્યું છે અને આજે પણ એ જ નિષ્ઠાથી કાર્ય કરી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને કેટલાક અમારા કોંગ્રેસના લોકો આ વાત ઉછાળી રહ્યા છે. પરંતુ આવી કોઇ વાત નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news