MLA અરવિંદભાઈ રાણાએ ૨૫ લાખની MLA ગ્રાન્ટ કોરોના દર્દીઓની સારવાર માટે ફાળવી દીધી

MLA અરવિંદભાઈ રાણાએ ૨૫ લાખની MLA ગ્રાન્ટ કોરોના દર્દીઓની સારવાર માટે ફાળવી દીધી

* કોરોનાના કહેર વચ્ચે સુરતના જાગૃત્ત જનપ્રતિનિધિઓ પ્રેરણાદાયી પહેલ

સુરતઃ હાલની કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા આરોગ્યવિષયક સાધનસામગ્રી ખરીદવા માટે રાજ્યના ધારાસભ્યોને તેમની વર્ષ ૨૦૨૧-૨૨ની ગ્રાન્ટમાંથી રૂ.૨૫ લાખ ખર્ચવાની મંજૂરીઆપવામાં આવી છે, ત્યારે ૧૫૯-સુરત પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ રૂ.૨૫ લાખની ગ્રાન્ટ કોરોના દર્દીઓની સારવાર માટે સમર્પિત કરી છે.

જેમાં તેમણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો તથા નવી સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર સેવા મળી રહે તે માટે ઓક્સિજન મશીન તથા આરોગ્ય કેન્દ્રો માટે મેડિકલ સંસાધનો ખરીદવા માટે જનહિતાર્થે ખર્ચ કરવાં પોતાની ગ્રાન્ટ અર્પણ કરી છે. 

આ સંદર્ભે તેમણે જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ અને મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીને પત્ર લખી તેમના ધારાસભ્ય તરીકેના ફંડનો ઉપયોગ કરી કોરોનાના જરૂરિયાતમંદ દર્દીઓ સુધી ત્વરિત સેવા પહોંચાડવા વિનંતી કરી છે. આ માટે જરૂરી મેડિકલ સાધન સામગ્રી ખરીદવા માટે તેમણે સહર્ષ મંજુરી આપી છે. કોરોનાના કહેર વચ્ચે સુરતના જાગૃત્ત જનપ્રતિનિધિની પ્રેરણાદાયી પહેલ અનુકરણીય અને આવકારદાયક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news