કચ્છમાં સાપ ગયો ને લિસોટા રહી ગયા જેવો ઘાટ સર્જાયો, હવે તીડના બચ્ચાઓ ત્રાટક્યા

પાવરપટ્ટીના સુમરાસર-લોરિયા પંથકમાં હવે તીડના બચ્ચાંઓનું આક્રમણ થયું છે. ત્યારે તીડના બચ્ચાથી ખેડૂતો પરેશાનીમાં મૂકાયા છે. સાથે જ વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. સરહદી કચ્છમાં તીડના આક્રમણ બાદ હવે તેના બચ્ચાંઓ ત્રાટકયા છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. પાકના દુશ્મન એવા તીડને કારણે ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે. જોકે તંત્ર દ્વારા બચ્ચાંઓનો નાશ કરવા માટે દવા છંટકાવ સહિતની કામગીરી ચાલુ કરી છે. 
કચ્છમાં સાપ ગયો ને લિસોટા રહી ગયા જેવો ઘાટ સર્જાયો, હવે તીડના બચ્ચાઓ ત્રાટક્યા

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :પાવરપટ્ટીના સુમરાસર-લોરિયા પંથકમાં હવે તીડના બચ્ચાંઓનું આક્રમણ થયું છે. ત્યારે તીડના બચ્ચાથી ખેડૂતો પરેશાનીમાં મૂકાયા છે. સાથે જ વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. સરહદી કચ્છમાં તીડના આક્રમણ બાદ હવે તેના બચ્ચાંઓ ત્રાટકયા છે. જેને કારણે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. પાકના દુશ્મન એવા તીડને કારણે ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે. જોકે તંત્ર દ્વારા બચ્ચાંઓનો નાશ કરવા માટે દવા છંટકાવ સહિતની કામગીરી ચાલુ કરી છે. 

દસ-બાર દિવસ પહેલા કચ્છના સુમરાસર અને લોરિયા પંછકમાં તીડ ત્રાટકયા હતા અને રાતવાસો કર્યો હતો. એ દરમ્યાન તેઓએ ઈંડા મુક્યા હતા.  હવે આ ઇંડાઓમાંથી બચ્ચાંઓ બહાર આવવા લાગ્યા છે. જોતજોતમાં લાખોની સંખ્યામાં ઝુંડના ઝુંડ મોટા તીડ બની ગયા છે. ભૂજના પાવરપટ્ટીના સુમરાસર, લોરિયા, ઝુરા, ઝુરા કેમ્પ સહિતના વિસ્તારોમાં તીડના આક્રમણને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 

માધવસિંહ સોલંકીનું મોટું નિવેદન, ‘દિલ્હીથી બહુ દોરીસંચાર ન થાય તો ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ શકે છે’

સુમરાસર, લોરિયા, ઝુરા, ઝુરા કેમ્પ પંથકમાં મોટી સંખ્યામાં તીડના બચ્ચાંઓના ઝુંડ જન્મવા લાગ્યા છે. ખેડૂતો દ્વારા તીડના બચ્ચાંઓને ભગાડવા માટે વહીવટ તંત્રને જાણ કરાઈ છે. પાકના દુશ્મન તીડના આક્રમણથી ખેડૂતોના ઉભા પાકને નુકશાનીની દહેશત ફેલાઈ ગઈ છે. તો સીમ વિસ્તારમાં લીલી ઝાડીઓ અને ઘાસચારાનો તીડ સોથ વાળી દેતા પશુપાલકો પણ મુશ્કેલીમાં આવી શકે છે. આ બચ્ચાંઓનો નાશ કરવા તંત્ર દ્વારા યોગ્ય રીતે દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

તો આ વિસ્તારના અગ્રણીઓએ દવા છંટકાવથી ખેડૂતોને રાહત થઈ છે, પણ કુમળા પાક અને ઘાસને સારું એવું નુકશાન કર્યું છે. હજુ પણ જે ગામોમાં આ તીડ ગયા હતા, ત્યાં આગળ વહીવટી તંત્રએ ધ્યાન આપવાની માંગ કરાઈ છે. આજે વહેલી સવારે દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ હતી. તો વહીવટી તંત્રના અધિકારીઓ પણ ત્યાં પહોંચીને માર્ગદર્શન કર્યું હતું. હજુ શરૂઆતનો તબક્કો હોવાથી પરિસ્થિતિ કાબૂમાં લઇ લેવા વહીવટી તંત્રએ કમર કસી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news