27-28 ડિસેમ્બર ઉત્તર ગુજરાત માટે રહેશે ભારે! આકાશમાંથી વરસશે સૌથી મોટી આફત
નોંધનીય છે કે, આજે સવારથી રાજ્યમાં વાતાવરણે મિજાજ બદલ્યો હતો અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમા પલટો જોવા મળ્યો હતો.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યના વાતાવરણમાં ફરી એકવખત પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં ફરી એકવખત માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના ઘઉં, જીરું,ચણા,રાયડો સહિતના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. હવામાન વિભાગે 24 થી 30 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે જેવી વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે. એટલે કે નવા વર્ષની શરૂઆતમાં જ કાતિલ ઠંડી પડશે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉંચકાશે.
નોંધનીય છે કે, આજે સવારથી રાજ્યમાં વાતાવરણે મિજાજ બદલ્યો હતો અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમા પલટો જોવા મળ્યો હતો.
GPSCની વર્ગ-1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો કઈ પોસ્ટ પર કેટલા ઉમેદવારોની પસંદગી થઈ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 28મીએ વરસાદ રહેશે. રાજ્યમાં આગામી 28 ડિસેમ્બરે માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, જિલ્લામાં પાલનપુર,થરાદ, ડીસા, વિગેરે જગ્યાઓ પર સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27 ડિસેમ્બરે વાદળછાયા વાતાવરણ રહેશે. ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર 10 ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર રહ્યું છે. આગામી પાંચ દિવસ ઠંડીમાં સાધારણ ઘટાડો રહેશે.
રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેતા અને વરસાદની સિસ્ટમ દૂર થતાં ફરી એકવાર ઠંડીનું જોર વધી શકે છે. નવા વર્ષમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
તો બીજી બાજુ ખેતીપાકને નુકસાન થવાની સંભાવના છે. બનાસકાંઠા સહિત અનેક જિલ્લામાં જીરુ, રાયડો અને બટાકાનું મહત્તમ વાવેતર થયું છે. એવામાં આવાં વાતાવરણના કારણે ખેતી પાકમાં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી ગઈ હતી. જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે