નવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં કરશે રેલમછેલ? જાણો ક્યાંથી કઇ તારીખ સુધી મેઘરાજા થશે મહેરબાન

Rain Forecast In Gujarat: ઓગસ્ટ મહિનો સાવ કોરોધાકોર રહ્યા બાદ જન્માષ્ટીથી વરસાદે ગુજરાતમાં ક્યાંકને ક્યાંક દેખા દીધી હતી. પરંતુ હવે મેઘરાજાએ ફરીથી બ્રેક લીધો હોય તેવું લાગી રહ્યું છે. નિરાશાજનક માહોલની વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી હોવાથી ફરીથી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. 

નવી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં કરશે રેલમછેલ? જાણો ક્યાંથી કઇ તારીખ સુધી મેઘરાજા થશે મહેરબાન

Gujarat Weather Forecast: આજથી બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે. 18-19 અને 20 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે, તો 21થી 24 દરમિયાન સૌરાષ્ટમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે વાત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે તેમાં ક્યાંય ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. 

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમા ઉભું થતા  14 સપ્ટેમ્બરથી મજબૂત બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઇને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને 15-16 સુધીમાં મધ્ય પ્રદેશ અને 18-19-20 માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. આ સાથે છૂટોછવાયો વરસાદ કયા જિલ્લાઓમાં રહેશે તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે. આગામી સમયમાં સિસ્ટમ બનવાની અને વરસાદ મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

આ દિવસોમાં મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. તારીખ 19-20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 21-22-23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. મધ્યપ્રદેશમાં કેટલીક નદીઓમાં પુરની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે અરબસાગર અને અને બંગાળાની ખાડીમાં હલચલ થશે.  

આગામી સમયમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાની સંભાવનાઓ જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ રાજ્યમાં અતિભારે કે ભારે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી. 

આ સાથે માછીમારો માટે પણ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. પરંતુ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ જેવા ભાગોનો સમાવેશ થાય છે. આ સિવાય વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરતનો સમાવેશ થાય છે. આ ભાગોમાં છૂટોછવાયો હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદનું હવામાન વાદળછાયું રહેવાની સંભાવનાઓ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news