Meteorological Department: આ આગાહી ખાંસ વાંચજો, માવઠું પૂરું થતાં હવે કડકડતી ઠંડી શરૂ થશે
ડિસેમ્બરની શરૂઆતમાં જ કમોસમી વરસાદે રાજ્યને હંફાવ્યું હતું. જો કે હવે હવામાન વિભાગ દ્વારા એક અપડેટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે આકાશ સ્વચ્છ થતાં ટૂંક સમયમાં જ ઠંડીનો ચમકારો વધશે.
Trending Photos
ઝી ન્યૂઝ/ બ્યુરો: ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. આમ છતાં લોકોને હજુ ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી. ડિસેમ્બરની શરૂઆતમાં જ કમોસમી વરસાદે રાજ્યને હંફાવ્યું હતું. જો કે હવે હવામાન વિભાગ દ્વારા એક અપડેટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ હવે આકાશ સ્વચ્છ થતાં ટૂંક સમયમાં જ ઠંડીનો ચમકારો વધશે.
ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, જેમાં કચ્છના નલિયાનું સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર સહિતના મહાનગરોનો પણ પારો ગગડ્યો હોવાના સમાચાર છે. ગુજરાતમાં દિવસેને દિવસે ઠંડીનું જોર વધી રહ્યું છે, ત્યારે વલસાડનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય અમરેલીનું તાપમાન 16 ડિગ્રી, મહુવા અને કેશોદનું તાપમાન 17 ડિગ્રી અને અમદાવાદનું તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલમાં જે ઠંડી પડી રહી છે તેમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે સમગ્ર રાજ્યમાં ઠંડીનો પ્રકોપ વધશે. બીજી બાજુ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સરક્યુલેશન છવાયું છે જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી ફેલાયેલું છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં પણ આગામી ચારથી પાંચ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં.
અમદાવાદ, ગાંધીનગર સહિતના મહાનગરોનો પણ પારો ગગડ્યો છે, બીજી બાજુ દક્ષિણ ગુજરાત સહિત ક્યાંક ક્યાંક ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે અમદાવાદમાં તા.6ના રોજ 18, તા.7 અને 8ના રોજ 17 ડિગ્રી ઠંડી રહેશે. જ્યારે તા.9 થી તા.11 સુધી 16 ડિગ્રી ઠંડી રહેશે.
બીજી બાજુ હવામાન વિભાગ (IMD) અનુસાર ઉત્તર ભારતના ઘણા પહાડો અને મેદાનોમાં વરસાદ પડી શકે છે. ઉત્તરાખંડ અને હિમાચલમાં 6 ડિસેમ્બરે ભારે હિમવર્ષા થઈ શકે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની આશંકા છે. વળી વરસાદ અને હિમવર્ષા બાદ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ઠંડો શિયાળો રહેશે. વરસાદ બાદ આ તાપમાન લગભગ 4-5 ડિગ્રી સેલ્સિયસ ઘટી જશે. જેના કારણે દિવસ દરમિયાન પણ લોકોને ધ્રૂજતી ઠંડીનો અહેસાસ થશે. આવી સ્થિતિમાં, હવામાનના પ્રકોપથી બચવા માટે દિવસ દરમિયાન પણ ગરમ કપડાં પહેરવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે