મૃત સમજીને જેના અંતિમ સંસ્કાર કર્યા એ જીવતો નીકળ્યો, મહેસાણાનો અજીબોગરીબ કિસ્સો!
Missing Man Found : મહેસાણા જિલ્લાના વિજાપુરની પ્રભુનગર સોસાયટીમાં રહેતો બ્રિજેશ સુથાર 27 ઓક્ટોબરના રોજ ગુમ થયો હતો. થોડા દિવસો પછી, એક મૃતદેહ મળી આવ્યો, જેની ઓળખ બ્રિજેશ તરીકે થઈ. પરિવારે તેમના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. જોકે, તે 15 નવેમ્બરે પોતાના ઘરે પહોંચ્યો હતો
Trending Photos
Mehsana News : જેના થયા અગ્નિ સંસ્કાર, એ તો જીવતો નીકળ્યો! અગ્નિ સંસ્કાર થઈ ગયા, બેસણું પણ થઈ ગયું. કાલે બેસણું થયું અને આજે યુવક જીવતો ઘરે આવ્યો. મહેસાણાના વિજાપુરમાં અજીબોગરીબ ઘટના બની છે.
બન્યું એમ હતું કે, વિજાપુરની પ્રભુનગર સોસાયટીનો બ્રિજેશ ઉર્ફે પીન્ટુ સુથાર નામનો યુવક ગત 27 ઓકટોબરથી ગુમ હતો. તે પરિવારને જાણ કર્યા વગર ઘર છોડી ગયો હતો. અમદાવાદ શેરબજાર નો વ્યવસાય કરતો યુવક સતત ટેન્શનમાં રહેતો હતો. પરિવાર દ્વારા અમદાવાદની નરોડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ પણ આપી હતી. આ દરમ્યાન સાબરમતી પોલીસને બ્રિજ પાસે અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખમાં ગુમ યુવક બ્રિજેશ ઉર્ફે પીન્ટુ સુથાર હોવાની ઓળખ કરાઈ હતી.
બ્રિજેશ ઉર્ફે પીન્ટુ ના શરીરના બાંધા જેવો મૃતદેહ જણાતા પરિવારે પણ બ્રિજેશ હોવાનું માની લીધું હતું. પરિવારે બ્રિજેશ સુથારના સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર પણ કરી દીઘા. 14 નવેમ્બરે બ્રિજેશનું બેસણું પણ યોજાઈ ગયું. 14 નવેમ્બરે બેસણું કરાયુ હતું. પરંતું તેના બીજા જ દિવસે 15 નવેમ્બરે બ્રિજેશ સુથાર ઘરે પાછો આવ્યો. બ્રિજેશને સામે જોતા પરિવાર ડઘાઈ ગયા હતા. તેઓએ બ્રિજેશને બદલે અગ્નિ સંસ્કાર કોના કર્યા પરિવાર પણ મૂંઝવણમાં મૂકાયો છે. સમગ્ર મામલે હવે અંતિમ સંસ્કાર કોનો થયો તેની પોલીસે તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે