ગજબ છેતરપિંડી! બિલ્ડરની નજર સામે ઉપડી ગયા 37 લાખ, ના OTP આવ્યો કે ન ફોન આવ્યો

તાજેતરમાં  મહેસાણાના એક બિલ્ડર સાથે સાયબર ક્રાઈમની એવી ઠગાઈ થઈ છે કે લોકો વિચારતા થઈ ગયા છે. આ કેસની વિગતો એવી છે કે ના તો કોઈ otp કે ના કોલ અને ૩૦ મિનિટમાં ૩૭ લાખ રૂપિયા કપાયાના ૩ મેસેજ મળતા બિલ્ડરે એકાઉન્ટ બ્લોક કરાવી મહેસાણા સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગજબ છેતરપિંડી! બિલ્ડરની નજર સામે ઉપડી ગયા 37 લાખ, ના OTP આવ્યો કે ન ફોન આવ્યો

તેજસ દવે, અમદાવાદઃ તમને એમ લાગે કે અમારા બેંકમાં મૂકેલા રૂપિયા સેફ છે તો મહેસાણાના એક બિલ્ડર સાથે એવી છેતરપિંડી થઈ છે. જેની તમે કલ્પના પણ નહીં કરી શકો.... મોબાઈલમાં મેસેજ પડતા અને બેંકના ખાતામાંથી 30 લાખ ઉફડી ગયા એ તો દોડીને બેંકમાં પહોંચ્યા તો બીજા રૃપિયા બચી ગયા નહીં તો 64 લાખ રૂપિયા ગઠિયો બેંકમાંથી તફડાવી ગયો હતો.....આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ તો નોંધાવી છે પણ ઓટીપી કે ફોન વિના એકાએક રૂપિયા બેંકમાંથી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  બિલ્ડરે બેંકમાં ખાતુ બંધ કરાવ્યું ત્યાં સુધીમાં પૈસા ઉપડી ગયા

તાજેતરમાં  મહેસાણાના એક બિલ્ડર સાથે સાયબર ક્રાઈમની એવી ઠગાઈ થઈ છે કે લોકો વિચારતા થઈ ગયા છે. આ કેસની વિગતો એવી છે કે ના તો કોઈ otp કે ના કોલ અને ૩૦ મિનિટમાં ૩૭ લાખ રૂપિયા કપાયાના ૩ મેસેજ મળતા બિલ્ડરે એકાઉન્ટ બ્લોક કરાવી મહેસાણા સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાના રાધનપુર રોડ પર કૃષ્ણમ સોસાયટીમાં રહેતા અને સાંકેત બિઝનેશ હબ ખાતે ઉર્વી કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે જોડાયેલા બિલ્ડર દુષ્યંતભાઈ પટેલ ઓફ્સિમાં બેઠા હતા. આ સમયે તેમના મોબાઈલમાં બેન્ક ખાતામાંથી ગત ૨૧ ડિસેમ્બરે બપોરે સવા ત્રણથી પોણા ચાર વચ્ચે એક મેસેજ આવ્યો હતો. જેમાં ૧૦ લાખ તેમના ICICI બેંકના ખાતામાંથી કપાઈ ICICI બેંકના અન્ય ખાતા ૧૬૧૨૦૫૫૦૧૦૫૧માં જમા થયેલા.

થોડી વાર બાદ બીજો મેસેજ આવેલ જેમાં બીજા ૧૦ લાખ ICICI બેંકના ખાતા નંબર ૦૯૨૮૦૫૦૦૧૮૭૦માં ગયેલા. આમ ૨૦ લાખ ખાતામાંથી કપાયાના બે મેસેજ મળતા તેઓ દોડીને ઓફીસ નીચે આવેલ ICICI બેન્કની શાખામાં ગયા હતા. જ્યાં બનાવની જાણ બેન્ક કર્મચારીને કરતા હતા તેવામાં ત્રીજો મેસેજ આવ્યો હતો જેમાં વધુ ૧૭ લાખ બેંકના ૦૯૨૮૦૫૦૦૧૮૭૦ ખાતામાં ઉપડી ગયા હતા. આમ માત્ર ૩૦ મિનિટમાં કુલ ૩૭ લાખ ઉપડી ગયા હતા. જેને લઈ દુષ્યંતભાઈએ બેન્ક એકાઉન્ટ બ્લોક કરાવી દીધું હતું અને ખાતામા પડેલા અન્ય ૬૪ લાખ જેટલી રકમ બચી ગયા હતા. બનાવને પગલે ફરિયાદી દ્વારા સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નમ્બર પર નંબર કંમ્પ્લેઇન નોંધાવતા સાયબર સેલ દ્વારા તમામ ૩૭ લાખનું પેમેન્ટ સિઝ કર્યું છે. આમ આ તો ફક્ત એક ઘટના છે કારણ કે સાયબર અપરાધીઓ હવે બેન્ક અને તમારા કરતાં પણ આગળ વિચારીને ડગલાં ભરતા હોય છે. બિલ્ડરનું આ ખાતુ તો બંધ અને રૂપિયા પણ સિઝ થયા છે પણ આ પ્રકારની ઘટનાઓ સાયબર જગતને પણ ચેલેન્જ આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news