મહેસાણા જિલ્લામાં મા કાર્ડની કામગીરી બંધ કરાતા સંખ્યાબંધ લાભાર્થીઓને હાલાકી

કોરોના કાળમાં મા કાર્ડ દ્વારા લાભાર્થીઓને કોઈપણ તકલીફમાં સારવારમાં મોટી રાહત મળી રહેતી હોય છે. જોકે, હાલ મા કાર્ડ નવા કઢાવવા કે રિન્યૂ કરવાની કામગીરી બંધ કરવામાં આવી હોવાથી લાભાર્થીઓને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં મા કાર્ડની કામગીરી બંધ કરાતા સંખ્યાબંધ લાભાર્થીઓને હાલાકી

તેજસ દવે, મહેસાણાઃ ગુજરાત સરકારે રાજ્યમાં તમામ કેન્દ્રો ઉપર મા કાર્ડ ની કામગીરી બંધ કરી દેવા ટેલિફોનિક આદેશો આપ્યા છે..આથી મહેસાણા જિલ્લા માં પણ 10 તાલુકા ના તમામ 10 કેન્દ્રો ઉપર મા કાર્ડ નવીન કાઢવા ની અને મા કાર્ડ રીન્યુ કરવાની કામગીરી બંધ કરી દેવા માં આવી છે.

રાજ્યમાં મા કાર્ડ ની રીન્યુ સહીત નવા કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી બંધ કરાતા લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે. મહેસાણા જિલ્લા ના માઁ કાર્ડ કેન્દ્રો ઉપર મા કાર્ડ ની કામગીરી સંપૂર્ણ બંધ થતાં જ એજન્સી સંચાલકો અટવાઈ ગયા છે. તો વળી દૂર દૂર થી માઁ કાર્ડ કાઢવા આવતા લાભાર્થીઓને કેન્દ્રો ઉપર ધરમ ધક્કાથી લાભાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દુર ગામે ગામ થી આવતા લોકો ધક્કા ખાઈ ને પરત ફરી રહ્યા છે તો બીજી તરફ હોસ્પિટલ માં એડમીટ હોય અને કાર્ડ ની અવધી પૂરી થઇ ગઈ હોવાથી હોસ્પિટલ તંત્ર પણ હાથ ઉપર કરી રહ્યું હોવાની વાત સામે આવી હતી. તો બીજી તરફ કાર્ડ રીન્યુ કરવાની કામગીરી બંધ કરાતા હાલમાં લોકો પર ધરમ સંકટ આવી પડ્યું છે અને સરકાર સત્વરે આ સેવા ફરી કાર્યરત કરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા એક એક મા કાર્ડ ની સેવા બંધ કરતા સ્થાનિકો સહીત ખાનગી એજન્સી ના ઓપરેટરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પ્રતિદિન ૨૫ થી ૩૦ લોકો દરેક સેન્ટર પર આવી ધક્કા ખાય છે અને તેમને જવાબ આપવો પણ મુશ્કિલ થયો હોવાની વાત જીલ્લા સુપરવાઈઝર એ કરી હતી. તો બીજી તરફ અચાનક સરકાર ના લેવાયેલા નિર્ણય થી ઓપરેટરો પણ બેકાર બન્યા છે. કોરોના કાળ માં મુશ્કિલ થી પોતાનું ગુજરાન ચલાવતા જીલ્લા ના ૧૦ તાલુકા ના ૧૨ જેટલા ઓપરેટરો બેકાર થવા ગયા છે .

એક તરફ તો સરકાર કોરોના ની સારવાર માં માં કાર્ડ સેવા ચાલુ કરવાની જાહેરાત કરે છે. તો બીજી તરફ એક એક મા કાર્ડ રીન્યુ અને નવા ઇસ્યુ કરવાની કામગીરી બંધ કરે છે. જેથી માધ્યમ વર્ગ ના લોકો ભારે મુશ્કેલી માં મુકાયા છે. સરકાર સત્વરે નિર્ણય કરી આ કામગીરી ફરી શરુ કરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news