હવે આજ બાકી હતું!! મહેસાણા દૂધસાગર ડેરીનું બટર ચોરાયું

મહેસાણા દૂધસાગર ડેરીમાં ચોરીનો બનાવ બન્યો છે. જેમાં કરોડો રૂપિયાનું બટર ચોરાયું છે. સહજાનંદ કોલ્ડ સ્ટોરેજ બાલવા ખાતે બટરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. કોલ્ડ સ્ટોરેજ ડેરી દ્વારા માસિક 3.39 લાખ ભાડાથી બટરનો મોટો જથ્થો રાખવામાં આવ્યું હતું.

હવે આજ બાકી હતું!! મહેસાણા દૂધસાગર ડેરીનું બટર ચોરાયું

તેજસ દવે/મહેસાણા: દૂધસાગર ડેરી  જિલ્લામાં આવેલી એશિયા ખંડની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે. તેમજ દૂધસાગર ડેરી વાર્ષિક હજારો કરોડોનું ટન ઓવર ધરાવે છે. મહેસાણાની દૂઘસાગર ડેરીએ દેશ-દુનિયામાં ડંકો વગાડી ચૂકી છે. પરંતુ આજે એક માઠા સમાચાર મળી રહ્યા છે. મહેસાણા દૂધસાગર ડેરીનું બટર ચોરાયું છે. સાંભળીને ઝાટકો લાગ્યોને.. પરંતુ વાત એકદમ સાચી છે. મહેસાણા દૂધસાગર ડેરીમાં 1.75 કરોડનું બટર ચોરાયું હોવાનો આક્ષેપ થતા ખળભળાટ મચ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસાણા દૂધસાગર ડેરીમાં ચોરીનો બનાવ બન્યો છે. જેમાં કરોડો રૂપિયાનું બટર ચોરાયું છે. સહજાનંદ કોલ્ડ સ્ટોરેજ બાલવા ખાતે બટરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો. કોલ્ડ સ્ટોરેજ ડેરી દ્વારા માસિક 3.39 લાખ ભાડાથી બટરનો મોટો જથ્થો રાખવામાં આવ્યું હતું. આ કોલ્ડ સ્ટોરેજમાં ડેરીના કુલ 57220 બોક્સ જેની અંદાજિત રકમ 30.89 કરોડ થવા જાય છે, જે સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું. કોલ્ડ સ્ટોરેજ અને ડેરીના એગ્રીમેન્ટ મુજબ જ્યારે બટર ચોરાય કે બગડી જાય તો કોલ્ડ સ્ટોરેજ સામે ફરિયાદ થાય છે. પરંતુ આ મામલે ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજીભાઈ દેસાઈએ ગંભીર આક્ષેપ કર્યા છે.

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટામાં વાગશે ગુજરાતનો ડંકો, જ્ઞાન સેતૂ બનીને MS યુનિ. આપશે દુનિયાને જાણકારી
 
કોલ્ડ સ્ટોરેજ દ્વારા માત્ર 15 બોક્સ ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. વાસ્તવમાં 1.75 કરોડનું બટર ચોરાયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે કોલ્ડ સ્ટોરેજના માલિકને ડેરી બચાવી રહી છે. કોલ્ડ સ્ટોરેજના માલિક માણસાના રાજકીય આગેવાનના ભાગીદાર હોવાનું ખૂલ્યું છે. ભાગીદાર હોવાને કારણે ડેરી કરોડોની બટર ચોરીમાં ભીનું સંકેલતી હોવાનો આરોપ લાગ્યો છે.

નોંધનીય છે કે, દૂધસાગર ડેરી મહેસાણા જિલ્લામાં આવેલી એશિયા ખંડની સૌથી મોટી ડેરી માનવામાં આવે છે. આ ડેરી દુધ ઉત્પાદકો દ્વારા સહકારી ધોરણે ચલાવવામાં આવે છે. દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદન ઉપરાંત પશુ કલ્યાણ કાર્યક્રમો પણ ચલાવે છે. દૂધની બનાવટો, પશુઓના દાણ માટેનું દાણ, માંદા પશુઓની સારવાર, પશુપાલન વિશે માર્ગદર્શન, સંવર્ધનની કામગીરી જેવાં અનેક કાર્યો પણ દૂધ સાગર ડેરી દ્વારા કરવા આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news