લાખો પશુપાલકોના હિતમાં દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય, દૂધની ખરીદ કિંમતમાં કર્યો આટલો વધારો

DudhSagar Dairy : મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ... દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરાયો... આવતીકાલથી 5 લાખ પશુપાલકોને મળશે નવો ભાવ વધારો...

લાખો પશુપાલકોના હિતમાં દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય, દૂધની ખરીદ કિંમતમાં કર્યો આટલો વધારો

Mehsana News મહેસાણા : પશુપાલકોના હિતમાં ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ મહત્વનો નિર્ણય લીધો છે. નાણાંકીય વર્ષના અંતિમ દિવસે દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે વર્ષના વચલા દહાડે પશુપાલકો માટે આ મોટી ભેટ બની રહી છે.  

5 લાખ ખેડૂતોને ફાયદો થશે 
દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને મે મહિનાના અંતિમ દિવસે મોટી ભેટ આપી છે. તારીખ 1 જુનથી દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલથી દૂધ ઉત્પાદકોને 790 ના બદલે  800 રૂપિયા ચૂકવાશે. આ ભાવ વધારાથી મહિને સાડા ત્રણ કરોડ અને વાર્ષિક 42 કરોડ રૂપિયા દૂધ ઉત્પાદકોને વધુ મળશે. અશોક ચૌધરીએ છેલ્લા 28 મહિનામાં દૂધના ભાવમાં કિલો ફેટે 150 રૂપિયાનો વધારો કર્યો છે. આ 150 રૂપિયા વધારાના કારણે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 600 કરોડ રૂપિયા વધુ મળતા થયા છે. આથી 5 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે.

તો બીજી તરફ, આજે વડોદરામાં બરોડા ડેરીની બોર્ડ મીટિંગ મળી હતી. જે તોફાની બની હતી. મીટિંગમાં દૂધ ઉત્પાદકોને ભાવ વધારો આપવાનો મુદ્દો ઉછળ્યો હતો. આ મુદ્દે મિટિંગમાં ડેરીના ડાયરેકટરો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. જેમાં ભાવ વધારો આપવો કે નહિ તે બાબતે ઉગ્ર બોલાચાલી પણથઈ હતી. એજન્ડા સિવાયનો મુદ્દો બોર્ડ મિટિંગમાં ઉઠતાં હડકંપ મચી ગયો હતો. આ બાદ ડેરીના પ્રમુખ સતીષ નિશાળિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, તમામ 14 એજન્ડા મંજૂર કર્યા છે. ભાવ વધારાનો જે મુદ્દો બેઠકમાં આવ્યો તે મુદ્દે ચર્ચા થઈ હતી. અન્ય ડેરીની સરખામણીએ બરોડા ડેરીનો ભાવ વધારો વધુ છે. ડેરીના ઉપપ્રમુખ ક્રિપાલસિંહ મહારાઉલે ભાવ વધારો આપવા બેઠકમાં રજૂઆત કરી હતી. દૂધના ભાવ મામલે બરોડા ડેરી ક્યાંય ઓછો નથી. આ મુદ્દો અમે AGM માં લઈશું. ટુંક સમયમાં AGM મળશે, સભાસદો કહેશે તો દૂધનો ભાવ વધારો દૂધ ઉત્પાદકોને આપીશું. ડેરીના ઉપપ્રમુખનું જે સૂચન છે તે વ્યાજબી છે. સભાસદોનું હિત જળવાય તે માટે અમારા ધારાસભ્યો, સાંસદ અને પાર્ટીના પ્રમુખ પણ ચિંતિત છે. સાવલીના ધારાસભ્ય સહિત 3 ધારાસભ્યોએ લેખિતમાં મુદ્દા આપ્યા હતા તે હજી મને નથી મળ્યા. અગાઉના પ્રમુખ ઉપપ્રમુખ ને લેખિતમાં મુદ્દા લખીને આપ્યા હતા.

તો ડેરીના ઉપપ્રમુખ ક્રિપાલસિંહ મહારાલે જણાવ્યું કે, ગામડામાં દૂધ ઉત્પાદકોની હાલત ખુબ ખરાબ છે. દૂધ ઉત્પાદકોને અને પશુ પાલકોને ભાવ વધારો મળવો જ જોઈએ. ડેરી ની AGM માં હવે આખરી નિર્ણય લેવાશે. દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં રાખી આ મુદ્દો મે બેઠકમાં ઉઠાવ્યો હતો. બીજા સંઘોની ખરીદ કોષ્ટક બરોડા ડેરીના ખરીદ કોષ્ટક કરતા અલગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news