સૌરાષ્ટ્રમાં મેઘરાજા હજી પણ ઓળઘોળ, ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રાવલ ડેમ ઓવરફ્લો

  સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી ક્યાંય ધોધમાર તો ક્યાંય ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આજે ગીર પંથકના સાસણ, ભાલછેલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જેથી ખેડૂતો ચિંતામા મુકાયા છે. એક તરફ ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની કમરભાંગી ગઇ છે. ત્યાર બાદ ફરીથી ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજા હજી પણ ઓળઘોળ, ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રાવલ ડેમ ઓવરફ્લો

ભાવનગર:  સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી ક્યાંય ધોધમાર તો ક્યાંય ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. આજે ગીર પંથકના સાસણ, ભાલછેલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જેથી ખેડૂતો ચિંતામા મુકાયા છે. એક તરફ ચોમાસા દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની કમરભાંગી ગઇ છે. ત્યાર બાદ ફરીથી ધોધમાર વરસાદને કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે.

ગીરના ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રાવલડેમ ઓવરફ્લો થય છે. રાવલ ડેમ ઓવરફ્લો થતા ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત કાંઠા વિસ્તારના નીચાણવાળા વિસ્તાર સહિત 15થી વધારે ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીરપંથકમાં વહેલી સવારથી જ મેઘાડંબર છવાયું હતું. બપોર બાદ ગીરમાં અને સાસણ, સહિતનાં વિસ્તારોમાં વરસાદ તુટી પડ્યા હતા. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ ભારે વરસાદના પગલે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતીનું સર્જન થયું છે.

બપોર બાદ ભાવનગર જિલ્લાના તળાજા અને ગારીયાધાર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ શરૂ થયો હતો. તળાજા અને ગારીયાધારમાં વરસાદ વરસતા વાતાવરણમાં તો ઠંડક પ્રસરી હતી. પરંતુ ખેડૂતોની સ્થિતી ખુબ જ કફોડી થઇ હતી. અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેથી રસ્તાઓ પાણી પાણી થયા હતા. ગીરના દલખાણીયા, મીઠાપુર, જલ અને જીવડી સહિતનાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. લાઠી સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. બાબરા પંથકમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. 
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આજે પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી જ કાળાવાદળો, વિજળી, ઝડપી ફુંકાતો પવન સહિત મેઘાડંબર રચાયું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાય ચુક્યું છે. જે અલગ અલગ રાજ્યોમાં ફરી વરસાદ લાવી રહ્યું છે. આ સિસ્ટમ મહારાષ્ટ્ર પર પહોંચીને નબળું પડી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news