મહેસાણામાં RTOની મેગા ડ્રાઈવ! સ્કૂલ વાન સહિતના વાહનોમાં વાહન ચાલકોની ગંભીર બેદરકારી

વાહનમાં સેફ્ટી સહિત RTOના નિયમ નેવે મૂકીના ચાલકો ડ્રાઈવ કરતા હોવાનું ખૂલ્યુ છે. ત્યારે RTIએ 42 સ્કૂલના વાહનોને 3.40 લાખનો દંડ ફટકાર્યો છે. આ મામલે અધિકારીએ જણાવ્યું કે પરમીટ, જરૂરી દસ્તાવેજ, ફિટનેસ સર્ટી વગર વાહન ધમધમી રહ્યા છે. શા

મહેસાણામાં RTOની મેગા ડ્રાઈવ! સ્કૂલ વાન સહિતના વાહનોમાં વાહન ચાલકોની ગંભીર બેદરકારી

તેજસ દવે/મહેસાણા: આજે વિદ્યાર્થીઓને શાળામાં લઈ જતા સ્કૂલ વાન સહિતના વાહનોનું RTOએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાહન ચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. વાહનમાં સેફ્ટી સહિત RTOના નિયમ નેવે મૂકીના ચાલકો ડ્રાઈવ કરતા હોવાનું ખૂલ્યુ છે. ત્યારે RTIએ 42 સ્કૂલના વાહનોને 3.40 લાખનો દંડ ફટકાર્યો છે. આ મામલે અધિકારીએ જણાવ્યું કે પરમીટ, જરૂરી દસ્તાવેજ, ફિટનેસ સર્ટી વગર વાહન ધમધમી રહ્યા છે. શાળા સહિત વાહન માલિકોને યોગ્ય સૂચન કરી નિયમોના પાલનને ગંભીરતાથી લેવાનો આદેશ અપાયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસાણા આરટીઓ દ્વારા વિદ્યાર્થીઓને શાળામાં લઇ જતા વાહનોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા શાળામાં બાળકોને લઈ જવામાં આવતા વાહનમાં જરૂરી સેફ્ટી સહિત આર.ટી.ઓનાં તમામ નિયમોને નેવે મૂકીને કામ કરવામાં આવતું હોય તેવું હાલમાં મહેસાણા RTO દ્વારા સર પ્રાઈઝ ચેકીંગમાં બહાર આવ્યું છે.

આ ચેકીંગમાં રોડ સેફટી અંતર્ગત મહેસાણાની 5 સ્કૂલોમાં સ્કૂલ વાહનનું સરપ્રાઈઝ ચેકીંગ કરાયું હતું. જેમાં RTO એ એક જ દિવસમાં 42 સ્કૂલ વાહનોને દંડ ફટકાર્યો છે. 3.40 લાખ રૂપિયાનો 42 સ્કૂલ વાહનોને દંડ આપતા આ મુદ્દો ભારે ગંભીર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. સાથે પરમીટ, જરૂરી દસ્તાવેજ, ફિટનેસ સર્ટીનો અભાવ જેવા મુદ્દા બાળકોને શાળાએ લઈ જતા વાહનમાં જોવા મળ્યા હતા.

આ અંગે અધિકારીએ શાળા સહિત વાહન માલિકોને યોગ્ય સૂચનો કરી નિયમોના પાલનને ગંભીરતાથી લેવા પણ જણાવ્યું હતું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news