શિક્ષકોની મીટિંગ બાદ શિક્ષણ મંત્રીએ કહ્યું, કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે

 શિક્ષકોના ઉગ્ર દેખાવો સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું અને તેમની માંગણી સંતોષવા માટે સરકાર દ્વારા 3 મંત્રીઓના કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. જેના બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રાથમિક શિક્ષક સંઘ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષકોના પ્રશ્નો શિક્ષણ મંત્રીએ સાંભળીને તેને ઉકેલવાની દિશામાં પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અને આંદોલન સમિતિને ધીરજ

શિક્ષકોની મીટિંગ બાદ શિક્ષણ મંત્રીએ કહ્યું, કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે

હિતલ પારેખ/ગાંધીનગર : શિક્ષકોના ઉગ્ર દેખાવો સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું અને તેમની માંગણી સંતોષવા માટે સરકાર દ્વારા 3 મંત્રીઓના કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. જેના બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રાથમિક શિક્ષક સંઘ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષકોના પ્રશ્નો શિક્ષણ મંત્રીએ સાંભળીને તેને ઉકેલવાની દિશામાં પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અને આંદોલન સમિતિને ધીરજ રાખવા માટે કહ્યું હતું.

બંધ બારણે થયેલી આ મીટિંગ બાદ ભૂપેન્દ્ર ચૂડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આંદોલનથી વિવાદથી  કોઈપણ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. આ સંવાદમાં માનનારી સરકાર છે. પ્રશ્ન સમસ્યાની મુદ્દાની ચર્ચા કરીને ઉકેલ લાવ્યા છે. પ્રાથમિકથી લઈને ઉચ્ચતર શિક્ષણના તમામ સંઘો સાથે બેઠકો કરી છે. ત્રણ મંત્રીઓની કમિટી આ મુદ્દે પણ સાંભળીને હકારાત્મક રીતે સરકારની મર્યાદામાં પ્રયત્ન કરશે. ત્રણ મંત્રીઓની કમિટી, આ મુદ્દે એમને સાંભળીને હકારાત્મક ઉકેલ આવશે. પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ અને મહામંત્રી અમને મળી ગયા છે. મેં એમને હૈયાધારણા આપી છે કે ધીરજ રાખો. કમિટીની રચના કરાઇ છે ત્યારે આગામી દિવસોમાં શિક્ષક સંઘ અને અધિકારીઓ વચ્ચે બેઠક કરીને હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે. મને મારા શિક્ષક ભાઇ બહેનો પર સંપૂર્ણ વિશ્નાસ છે. મેં એમને મારા પરિવાર કહ્યો છે. 

કોંગ્રેસ મુદ્દે શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આ મુદ્દામાં પણ આ લાગણીથી જ ઉકેલનો પ્રયાસ કરાશે. પરંતુ આ સંજોગો જોઇ કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે. આ મુદ્દાની પણ ઉકેલ લવાશે. કોંગ્રેસ આનો રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ ન કરે. આગામી દિવસોમાં બેઠકમાં ઉકેલ લવાશે.

શિક્ષકોના એક મુદ્દાનો ઉકેલ લાવતા તેમણે કહ્યું કે, શિક્ષકોની ત્રિપલ સી પરીક્ષાના સર્ટિફિકેટ આપવા માટેની મુદત લંબાવવાની માગણી અમે માની છે. તેની મુદત એક વર્ષ સુધી લંબાવવામા આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news