આ 6 વર્ષનો અમદાવાદી છે ‘યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર’, ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

23 જાન્યુઆરી 2020માં અમદાવાદના અર્હમ ઓમ તલસાણિયાએ 6 વર્ષની નાની વયે માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિએટની પાયથોન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષામાં 1000 માંથી 900 માર્ક મેળવી એટલે કે 90 ટકા સાથે પાસ કરી છે.

આ 6 વર્ષનો અમદાવાદી છે ‘યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર’, ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

અતુલ તિવારી, અમદાવાદ:  6 વર્ષના નાનકડા બાળકો લખતા વાંચતા શીખતાં હોય છે, જુદી જુદી રમતોની વચ્ચે જીવનની શરૂઆત કરતા હોય છે, પરંતુ અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતો અર્હમ ઓમ તલસાણિયા માત્ર 6 વર્ષની ઉંમરે જ પાયથોન પ્રોગ્રામર બન્યો છે.. આ સાથે જ અર્હમે 6 વર્ષની નાનકડી ઉંમરે જ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન હાંસીલ કર્યું છે. 23 જાન્યુઆરી 2020માં અમદાવાદના અર્હમ ઓમ તલસાણિયાએ 6 વર્ષની નાની વયે માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિએટની પાયથોન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષામાં 1000 માંથી 900 માર્ક મેળવી એટલે કે 90 ટકા સાથે પાસ કરી છે.

હજુ બીજા ધોરણમાં અભ્યાસ કરતા 6 વર્ષના અર્હમે આ મોટી સિધ્ધિ મેળવતા ‘ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ દ્વારા નોંધ લઈ તેને ‘યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર’ જાહેર કરાયો છે. માત્ર અઢી વર્ષની ઉંમરથી જ ગેઝેટમાં રસ દાખવનાર અર્હમ 5 વર્ષનો થયો ત્યારથી જ ગેમ કઈ રીતે બને, તેમાં રસ પડતા તે દિશામાં આગળ વધ્યો હતો અને છ વર્ષની ઉંમરે માઈક્રોસોફ્ટ ટેક્નોલોજી એસોસિએટ પાયથોન પ્રોગ્રામિંગ લેંગ્વેજની પરીક્ષા આપી હતી અને જેના પરિણામ બાદ ‘યંગેસ્ટ કમ્પ્યૂટર પ્રોગ્રામર’ જાહેર થયો અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન હાંસીલ કર્યું છે.

અર્હમ ઓમ તલસાણિયાએ આ રેકોર્ડ પાકિસ્તાની મૂળના અને હાલ બ્રિટનમાં રહેતા 7 વર્ષના મુહમ્મદ હમઝા શેહઝાદનો અગાઉના ગિનિસ રેકોર્ડને તોડ્યો છે.. કમ્પ્યૂટર એન્જિનિયરિંગ ક્ષેત્રે ભવિષ્ય બનાવવા ઈચ્છતા લોકોએ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટેના માઈક્રોસોફ્ટ સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું હોય છે.. એન્જીનીયરો માટે અઘરી માનવામાં આવતી આ પરીક્ષા CCTV સર્વેલન્સ તેમજ ચુસ્ત સુપરવિઝન સાથે લેવાતી હોય છે, જેમાં 70 ટકા કરતા વધુ પરિણામ મેળવનાર પરિક્ષાર્થી જ પાસ કહેવામાં આવે છે.. જેમાં અર્હમ ઓમ તલસાણિયાએ 90 ટકા મેળવ્યા હતા.

અર્હમ ઓમ તલસાણિયા હાલ પોતાની વિડીયો ગેમ બનાવી રહ્યો છે, તે એક જ સમયે ગેમના 2D અને 3D વર્ઝન પર કામ કરી રહ્યો છે જે ટૂંક સમયમાં લોન્ચ કરશે. તે પોતાની ગેમ્સ, સોફ્ટવેર અને રોબોટ્સ પણ બનાવવા માંગે છે.. અર્હમ ઓમ તલસાણિયાની આ સિદ્ધિમાં તેના પરિવારનો પણ ઘણો ફાળો રહ્યો છે, તેના પિતા ઓમ સોફ્ટવેર એન્જીનીયર છે, માતા તૃપ્તિ એન્જીનીયર તેમજ લેક્ચરર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news