યુવાનોને નશાની લત લગાડવાનું કામ પૂર જોશમાં, વાપીમાંથી ઝડપાયો MD ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ

ગુજરાતમાંથી વધુ એક વખત ડ્રગ્સ મેન્યુ ફેક્ચરિંગના પ્લાન્ટનો પરદાફાશ થયો છે. ગુજરાત NCB એ વલસાડના વાપીમાં એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેમને 4 કિલો 5 ગ્રામ પાર્ટી ડ્રગ્સ સહિત 85 લાખની રોકડ કબજે કરવામાં આવી છે

યુવાનોને નશાની લત લગાડવાનું કામ પૂર જોશમાં, વાપીમાંથી ઝડપાયો MD ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ

ઉદય રંજન/ અમદાવાદ: ગુજરાતમાંથી વધુ એક વખત ડ્રગ્સ મેન્યુ ફેક્ચરિંગના પ્લાન્ટનો પરદાફાશ થયો છે. ગુજરાત NCB એ વલસાડના વાપીમાં એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેમને 4 કિલો 5 ગ્રામ પાર્ટી ડ્રગ્સ સહિત 85 લાખની રોકડ કબજે કરવામાં આવી છે. તેમજ આ મામલે NCB એ બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.

ગુજરાત NCB ને ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રકાશ પટેલ નામનો વ્યક્તિ યુનિટ ભાડે રાખી MD ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું છે. આ માહિતીના આધારે 20 કલાકથી NCB ના 20 થી વધુ અધિકારીઓ દ્વારા છાપે મારી કરવા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો અને આ એક્શન પ્લાન અંતર્ગત રેડ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત NCB એ MD ડ્રગ્સ બનાવવાનું આખું કારખાનું હાથ લાગ્યું હતું. જે કારખાનામાં નશાનો સામાન બનાવવામાં આવતો હતો.

એટલે કે, બજારમાં મળતા પાર્ટી ડ્રગ્સથી ઓળખાતા MD ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. NCB ની રેડમાં 4 કિલો 5 ગ્રામ તૈયાર કરાયેલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. 20 કલાકની રેડ દરમિયાન NCB ને MD ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પરથી 500 ના દરની 85 લાખની રોકડ પણ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ડ્રગ્સ બનાવવામાં તેમજ વેચાણમાં આ રોકડ રકમનો ઉપયોગ કરવામાં આવતો હતો.

પોલીસ કે NCB ના હાથે ના પકડાય તે માટે આ આખા પ્લાન્ટનું સંચાલન બે વ્યક્તિ દ્વારા જ કરવામાં આવતું હતું. જેમાં મુખ્ય આરોપી પ્રકાશ પટેલ જે કેમિસ્ટ છે અને મદદગારીમાં સોનુ રામનિવાસ હતો. બંને આરોપીઓની ભૂમિકા તપાસતા MD ડ્રગ્સ બનાવીને તૈયાર કરવાની જવાબદારી પ્રકાશ પટેલની હતી અને બની ગયેલા MD ડ્રગ્સના વેચાણ કરવાની જવાબદારી બીજા આરોપી એવા સોનુ રામનિવાસની હતી.

NCB હાલ એ તપાસ કરી રહી છે કે આ નશાના જથ્થાનું ઉત્પાદન કેટલા સમયથી બનતું હતું. ક્યા અને કોને કોને આપવામાં આવતું હતું. આ ડ્રગ્સની સિન્ડિકેટમાં કોણ કોણ સંડોવાયેલ છે. NCB અને પોલીસના અગાઉના કેસમાં ડ્રગ્સ સિન્ડિકેટના પેડલર અને મેન્યુફેક્ચરો ઘણીવાર પકડાયા છે. પરંતુ તેના આકાઓ ક્યારે પકડમાં આવે છે તે જોવાનું રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news