Modi Cabinet Expansion : વિજય રૂપાણીના ‘કમુરતા’ ઉતરશે? લાગી શકે છે લોટરી, આ નેતાઓના પણ નસીબ ખૂલશે
Modi Cabinet Reshuffle News: 2024ની ચૂંટણી પહેલાં ભાજપ સરકાર અને સંગનઠમાં થઈ શકે છે મોટાપાયે પરિવર્તન.. લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ.. તો, મંત્રીમંડળમાં પણ થઈ શકે છે ચૂંટણીને લઈને વિસ્તરણ.. ગુજરાતના કેટલાક ચહેરાઓ મુકાશે પડતાં..
Trending Photos
Modi Cabinet Reshuffle News બ્રિજેશ દોશી/ગાંધીનગર : મોદી સરકારે એડવાન્સમાં જ 2024ની તૈયારીઓ શરૂ કરી છે. કમૂરતા ઉતારતાની સાથે જ સંગઠન અને સરકારમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. બજેટ સત્ર 2023ના થોડા મહિના પહેલાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલને લઈને અટકળોએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM મોદી મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી) અને બજેટ સત્રની શરૂઆત વચ્ચે કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વખતે મોદી કેબિનેટમાં નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે. તો ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને નરેન્દ્રસિંહ તોમરના નામ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં છે. કહેવાઈ રહ્યું છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળશે. રૂપાણીને ગુજરાતની ગાદી એક પણ હરફ ઉચ્ચાર્યા વિના છોડી દેવાનું ઈનામ મળશે. મોદી ગુજરાતના કેટલાક ચહેરાઓને પડતાં મૂકશે અને કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરી શકે છે. લોકસભાની ચૂંટમી પહેલાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળે તો પણ નવાઈ નહીં. નડ્ડાને હિમાચલ પ્રદેશની હાર નડી શકે છે.
વાસ્તવમાં, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (જેપી નડ્ડા)નો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. આ ઉપરાંત પાર્ટી જાન્યુઆરીમાં તેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ યોજશે અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના કેટલાક સાંસદોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. જેપી નડ્ડા ફરી રિપિટ થાય એવી પૂરી સંભાવનાઓ વચ્ચે હિમાચલની હાર નડ્ડા માટે વિલન બનીને ઉભરી શકે છે.
આ પણ વાંચો :
ભાજપની લોકસભાની તૈયારી
આગામી વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે તેને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરવામાં આવશે. એવું પણ બની શકે કે કેટલાક મંત્રીઓને તેમના પ્રદર્શનના આધારે હટાવી પણ શકાય છે. મોદી 2.0 કેબિનેટમાં છેલ્લું ફેરબદલ 7 જુલાઈ, 2021 ના રોજ થયું હતું, જેમાં કેટલાક મોટા રાજકારણીઓ સહિત 12 પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા હતા. આ ફેરબદલમાં પણ ચૂંટણીને ધ્યાને લઇને ફેરફારો થશે. મોદી પાક્કા ગણતરીબાજ છે. આ ફેરબદલ પણ લોકસભાને ધ્યાને રહીને થઈ શકે છે.
હવે ભાજપની નજર આ રાજ્યો પર છે
2023 તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આગામી વર્ષમાં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો પણ સમાવેશ થાય છે. આ ચૂંટણી એટલા માટે પણ વધુ મહત્વની છે કારણ કે આગામી વર્ષે એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. હવે ભાજપની નજર ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનારી ચૂંટણી પર છે.
વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનના રાજકીય પડઘાના ભાગરૂપે એક વર્ષ બાદ ઑગસ્ટ 2016માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે ફેસબુકના માધ્યમથી રાજીનામું આપી દીધું હતું. નીતિન પટેલ વિકલ્પ તરીકે લગભગ નક્કી થઈ જ ગયા હતા પણ ગુજરાતની ગાદી માટે વિજય રૂપાણીની પસંદગી થઈ હતી. 2017ની ચૂંટણી પછી વિજય રૂપાણીની જગ્યાએ નવો કોઈ ચહેરો આવશે એમ માની લેવાયું હતું. આમ છતાં ભાજપે રૂપાણી પર ભરોસો મૂક્યો હતો. નવા સીએમ જાહેર કરવાના બદલે ભાજપે તેમને જ બીજી વાર સીએમ બનાવ્યા. 2021ના મધ્ય સુધી મુખ્ય મંત્રી તરીકે રહ્યા અને બે મુદત સાથે પાંચ વર્ષ સરકારનાં પૂર્ણ થયાં ત્યારે તેની ઉજવણી પણ થઈ. જોકે, ઉજવણીનો થાક ઉતરે તે પહેલાં જ વિજય રૂપાણીને સૂચના આવી ગઈ કે 'રાજીનામું આપી દેશો.' આમ છતાં રૂપાણીએ ચૂપચાપ એક જાહેર કાર્યક્રમમાંથી સીધા જ રાજ્યપાલને ત્યાં જઈએ તેમણે રાજીનામાનો પત્ર સોંપી દીધો હતો. આમ રૂપાણીએ ભાજપ પક્ષ માટે આપેલા બલિદાનનું ઈનામ દિલ્હી લઈ જઈને આપી શકે છે. હાલમાં તેઓ 2 રાજ્યોના પ્રભારી છે પણ રૂપાણીએ સંગઠનમાં પણ મોટાપાયે કામગીરી કરી હોવાથી ભાજપ દિલ્હી સંગઠનમાં પણ આ લાભ લેવા માગે છે. નવા ફેરબદલમાં રૂપાણીને સંગઠનમાં ચાન્સ મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે