અડધા ગુજરાતમાં ફરી થશે આફતનું માવઠું; આ જિલ્લાઓનું આવી બનશે! શું ઘાતક સાબિત થશે આ આગાહી?
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. અલ નીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે. અંબાલાલ પટેલે હવે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ઠંડી અને જાન્યુઆરીમાં ગુજરાતનું કેવું વાતાવરણ રહેશે તે અંગેનો ચિતાર રજૂ કરી દીધો છે.
Trending Photos
Ambalal Patel Prediction: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર શિયાળામાં માવઠું થવાની આગાહી કરી છે. ડિસેમ્બર મહિનામાં 22 થી 24ની વચ્ચે જોરદાર કમોસમી વરસાદ થવાની પુરેપુરી શક્યતા દર્શાવી છે, અને જાન્યુઆરી મહિનો એકદમ ઠંડો રહેવાની આગાહી કરી છે. સાથે 27 થી 29 તારીખમાં દક્ષિણ ભારતમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદ પડશે.
અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે
આ વર્ષે અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં વાવાઝોડું, ક્યારેક માવઠું તો ક્યારેત ઠંડી પડી રહી છે. ડિસેમ્બર મહિનાના અંતમાં અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં જોરદાર હલચલ જોવા મળશે, અને આની અસર ગુજરાત પર પડશે. આ હલચલ લૉ પ્રેશરથી ડીપ ડિપ્રેશન સુધી જવાની પુરેપુરી સંભાવના છે. પરંતુ ડિસેમ્બરમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે ઠંડી પડતી નથી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમણે કહ્યું કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે.
ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા
25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા છે. વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે.
આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે
અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે આગાહી કરી દીધી છે અને જણાવ્યુ છે કે, જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે. ફેબ્રુઆરી મહિનામાં 5 તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. ભારે વરસાદના કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે