શિક્ષકે ટ્યુશનમાં આવતા બે બાળકોને દેખાડ્યા અશ્લીલ વીડિયો, હેવાનીયતની તમામ હદો કરી પાર
સુરતના ઉધના શાંતિનગરમાં ધાર્મિક શિક્ષણ લેવા જતા 9 વર્ષના બે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મોહંમદ મુદબ્બીર બાળકોને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવતો હતો.
Trending Photos
ઝી ન્યૂઝ/સુરત: ફરી એકવાર શિક્ષક શબ્દને શર્મશાર કરતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ઉધનામાં મૌલાના દ્વારા બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે. મૌલાના બન્ને બાળકોને પોર્ન ફિલ્મ બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બન્ને બાળકો પ્રાઇવેટ મધરેસામાં અભ્યાસ કરવા માટે આવતા હતા. આ ઘટનાને પગલે ઉધના પોલીસમાં નોંધાયેલી ફરિયાદને આધારે શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉધના શાંતિનગરમાં ધાર્મિક શિક્ષણ લેવા જતા 9 વર્ષના બે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થતાં વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મોહંમદ મુદબ્બીર બાળકોને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવતો હતો. એટલું જ નહીં બાળકો વિડીયો જોવાની ના પાડે તો જાનથી મારી નાંખવાની પણ ધમકી આપતો હતો. છેલ્લા 6 મહિનાથી મૌલાના બાળકોને ધમકી આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.
મોહંમદ મુદબ્બીર અગાઉ મદરેસામા મૌલવી હતો, પણ કોઈ કારણોસર તેને કાઢી નાંખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે ઘરે જ પ્રાઇવેટ ટ્યુશન શરૂ કરી ધર્મનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. આ ઘટના બાદ ઉધના પોલીસમાં નોંધાયેલી ફરિયાદને આધારે શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી મૌલાના દ્વારા પોતાના જ ઘરે કોચિંગ કલાસીસ ચલાવી 54 જેટલા બાળકોને ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું.
સુરતમાં આવેલ આઝમી ફ્લેટસના બીજા માળે મૌલાના મોહમ્મદ મુદ્દબબીર બસીરુદ્દીન સેખ કોચિંગ કલાસીસ ચલાવે છે. જેના કલાસીસમાં 54 જેટલા બાળકો ધાર્મિક શિક્ષણ મેળવવા આવે છે. મૂળ ઝારખંડનો વતની આ શિક્ષકને વાસનાનો કીડો સળવળ્યો હતો. પોતાની વાસના સંતોષવા ટ્યુશને આવતા માસૂમ નવ વર્ષના બે બાળકો જોડે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. હેવાન શિક્ષકે બે માસુમ બાળકોને મોબાઇલમાં પોર્ન વિડીયો બતાવ્યા હતા. જે વિડિયો જોવાની ના પાડતા બંને બાળકોને માર પણ મરાયો હતો. જે બાદ પોર્ન વિડીયો બતાવી માસૂમ બંને બાળકો જોડે હેવાનીયત ભર્યું કૃત્ય કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઘટના બાદ એક બાળકે ઘરે ગયા બાદ પરિવારને શિક્ષક બદકામ કરતો હોવાની સમગ્ર હકીકત જણાવીને હેવાન શિક્ષકનો ભાંડો ફોડ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક આ મામલે બાળકના પિતાની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી. તપાસમાં અન્ય એક બાળક સાથે પણ શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં શિક્ષક પાસે રહેલા મોબાઈલ ફોનમાં તપાસ કરતા પોર્ન વિડીયો મળી આવ્યા હતા. હાલ શિક્ષકને અટકાયતમાં લઇ વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે