પાટીદાર અગ્રણીઓનો માસ્ટર સ્ટ્રોક: ગરીબ પાટીદારોને પણ સરકારી લાભ અપાવવાનું સૂચન
આજે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં દર્શન કરીને તેઓ અમદાવાદમાં યોજાનારી પાટીદારો અગ્રણીઓની મોટી બેઠકમાં હાજર રહ્યા હતા.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર અગ્રણીઓની આજે મહત્વની બેઠક મળી છે. જેમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ઉપરાંત પાટીદાર સમાજની 6 અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિ મંડળના સભ્યો હાજર રહ્યા છે. પાટીદારોનું આંતરાષ્ટ્રીય ફેડરેશન બનાવવા અંગે બેઠકમાં ચર્ચા થઈ છે.
આજે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં દર્શન કરીને તેઓ અમદાવાદમાં યોજાનારી પાટીદારો અગ્રણીઓની મોટી બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં નરેશ પટેલ, બાબુ જમના પટેલ, જયરામ પટેલ, રમેશ દૂધવાળા, CK પટેલ, મણીભાઈ મમ્મી હાજર રહ્યા હતા. ચૂંટણી પહેલાની આ બેઠક મહત્વની મનાવામાં આવી રહી છે. આ બેઠકમાં પાટીદારોની આંતરાષ્ટ્રીય ફેડરેશન બનાવવા મુદ્દે પણ ચર્ચા વિચારણા થઈ હતી.
ખોડધામ અને ઉમિયાધામના અગ્રણીઓની આજે અમદાવાદના સોલા વિસ્તારમાં ઉમિયા કેમ્પસ ખાતે બેઠક મળી હતી. જેમાં વર્લ્ડ પાટીદાર ફેડરેશનની રચના કરવા બેઠક મળી હોય તેવું જાણવા મળી રહ્યું છે. સી કે પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નરેશ પટેલ પણ હાજર રહ્યા હતા. ચૂંટણી નજીક આવતા પાટીદાર પાવર પ્રદર્શિત કરવા આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
નરેશ પટેલ ભગવાન જગન્નાથજીના મંદિરે
તમને જણાવી દઈએ કે આવતીકાલે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે આજે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચ્યા હતા અને રથયાત્રાના એક દિવસ પહેલા દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. નરેશ પટેલે મહંતને રથયાત્રાને લઇ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ખોડલધામના સેવકો પણ હાજર રહ્યા હતા.
નરેશ પટેલ મુદ્દા
- પાટીદાર સમાજના મુદ્દાઓ પર ચર્ચા
- પાટીદાર સમાજની છ અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિ મંડળ હાજર
- તમામ એક થઈ કામ કરશે
સી કે પટેલ મુદ્દા
- બિન અનામત આયોગનો લાભ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ પણ મળવો જોઇએ
- સરકાર દ્વારા અપાયેલા વચનો પાલન નહી થયું તો યાદ કરાવી શું અને સમય પણ પાકો છે
- સમાજના પ્રશ્નો પણ સરકાર સમક્ષ લાવીશું
- બિન અનામત વર્ગ બજેટની યોગ્ય ઉપયોગ થાય તેની પણ ચર્ચા
- પાટીદાર સમાજમાં પણ અનેક લોકો ગરીબ વર્ગ છે તેઓને પણ લાભ મળવો જોઇએ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે