ગુજરાતમાં ચોમાસાએ ભલે વિદાય લઈ લીધી હોય, પણ આ જિલ્લામાં છે ભયંકર સ્થિતિ, જતા પહેલા વાંચી લેજો
પાટણ જિલ્લામાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છૅ પણ વરસાદને લઇ માર્ગોની હાલત કફોડી બનવા પામી છૅ. તેને લઇ તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છૅ.
Trending Photos
ઝી બ્યુરો/પાટણ: પાટણ સહિત સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે પડેલા ખાડા હજુ પણ યથાવત છે. જેમાં શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડથી લીલી વાડી સુધીના રસ્તા પર મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. રસ્તા પરના ખાડાઓને પૂરવા માટે વારંવાર લોકોએ તંત્રને રજૂઆત પણ કરી.
પરંતુ નિંભર તંત્ર દ્વારા હજુ સુધી રોડ અંગે કંઈપણ નક્કર કાર્યવાહી કરતી નથી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક કોર્પોરેટર અને પાટણ પાલિકાના સત્તાધીશોને પણ રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી લોકોનો અવાજ આ અધિકારીઓના કાન સુધી પહોંચ્યો નથી. જેના કારણે સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે મત માગવા દર ચૂંટણીએ આવી જતાં નેતાઓ આ રોડનું ક્યારે રિપેરિંગ કરાવશે તેવો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.
પાટણ જિલ્લામાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છૅ પણ વરસાદને લઇ માર્ગોની હાલત કફોડી બનવા પામી છૅ. તેને લઇ તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છૅ. પાટણ શહેરમાં ટેલિફોન એક્સચેન્જ રોડ પર વરસાદી માહોલ વચ્ચે માર્ગની હાલત કફોડી બનવા પામી છૅ. રાહદારીઓ અને વાહન ચલાકોને પસાર થવું પણ મુશ્કેલ બનવા પામ્યું છૅ. જે અંગે સ્થાનિક લોકોએ પાટણ પાલિકાના સત્તાધીશોને પણ અનેક રજૂઆતો કરી પણ તેમના બહેરા કાન સુધી પ્રજાના પ્રશ્નો પહોંચતા ના હોય તે પ્રકારના વર્તનને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છૅ.
પાટણ શહેર માં ચોમાસા દરમ્યાન પડેલ વરસાદને લઇ માર્ગોની હાલત કફોડી બનવા પામી છૅ. જેમાં ટેલિફોન અક્ષચેન્જ રોડથી લઇ લીલી વાડી સુધીના માર્ગમાં મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છૅ. જેને લઇ વાહન ચલાકો અને રાહદારીઓને ભારે હાલાકી સાથે મેન્ટેનન્સનો આર્થિક બોજ પણ સહન કરવો પડી રહ્યો છૅ.
ચોમાસા દરમ્યાન આ માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ રહેતા માર્ગનું ધોવાણ થઇ જવા પામ્યું છૅ. ત્યારે વય વૃદ્ધને આ માર્ગ પરથી પસાર થવું મોતને આમંત્રણ આપવા બરાબર રહેવા પામ્યું છૅ. સ્થાનિક કોર્પોરેટર અને પાટણ પાલિકાના સત્તાધીશોને આ રોડનું નવીનીકરણ અથવા રીપેરીંગ કામ બાબતે અનેક રજૂઆતો કરી છૅ, પણ પાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી હાલતુ નથી. જેને લઇ સ્થાનિક લોકોમાં પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છૅ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે