અરવલ્લીમાં ભયાનક દુર્ઘટના : 150 બકરાં ભરેલી ટ્રક સળગી, ત્રણ લોકો આગમાં ભડથું

Fire In Truck : અરવલ્લીના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગથી ત્રણ લોકો ભડથું... 150થી વધુ બકરાઓનો પણ લેવાયો ભોગ... વીજળીના તારને અડકી જતા ટ્રકમાં લાગી હતી આગ...

અરવલ્લીમાં ભયાનક દુર્ઘટના : 150 બકરાં ભરેલી ટ્રક સળગી, ત્રણ લોકો આગમાં ભડથું

Arvalli News અરવલ્લી : અરવલ્લીના મોડાસાના બામણવાડ પાસે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. એક ટ્રકમાં ભીષણ આગમાં ત્રણ લોકો આગમાં ભડથું થયા હતા. તો સાથે જ ટ્રકમાં મૂકાયેલા 150 ઘેટા-બકરાના પણ મોત થયાં છે. વીજ વાયર ટ્રકને અડ્યો હતો અને આ દુર્ઘટના બની હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લીના બામણવાડ પાસે બકરા ભરેલી ટ્રકમાં ભીષણ આગથી હોનારત સર્જાઈ હતી. એક ટ્રક વીજ તારને અડકી જતા ટ્રક ભડભડ સળગી ઊઠી હતી. ઘેટા-બકરા ભરેલી ટ્રક રસ્તા પરથી પસાર થઇ રહી હતી ત્યારે વીજતાર અડી જતાં આ ઘટના સર્જાઇ હતી. આ આગમાં ટ્રકમાં બેઠેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ ભડથું થયા હતા. તો સાથે જ ટ્રકમાં ૧૫૦ થી વધુ ઘેટા બકરાં પણ મૂક્યા હતા, જે પણ બળીને ખાખ થયા હતા. 

 

- બકરા ભરેલી ટ્રકમાં ભીષણ આગથી દુર્ઘટના#Arvalli #ZEE24Kalak pic.twitter.com/kZVuzbWDBM

— Zee 24 Kalak (@Zee24Kalak) October 9, 2023

 

આગની ઘટનાને પગલે પોલીસ તથા ફાયર વિભાગ દોડતી થઈ હતી. મોડાસાની ફાયરની બે ટીમો ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝાવવાનો પ્રયાસ કરાયો હતો. તો સ્થાનિકો પણ આગ બૂઝવવા મદદે આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news