અમદાવાદના કાપડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, આસપાસના ગોડાઉનમાં પણ આગ પ્રસરી
Ahmedabad Fire : અમદાવાદના દાણીલીમડામાં લાગી ભીષણ આગ.. કાપડના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગના 15 વાહનો પહોંચ્યા ઘટનાસ્થળે.. આગ સતત આગળ પ્રસરતા વધી ચિંતા, પાછળ રહેણાંક વિસ્તાર છે, હજી આગ પર કાબૂ નથી મેળવાયો
Trending Photos
Ahmedabad News : અમદાવાદના દાણીલીમડા વિસ્તારના કાપડના ગોડાઉનમાં ભયાનક આગ ફાટી નીકળી છે. હાલ ફાયરબ્રિગેડના 15 થી વાહનો સ્થળ પર પહોંચીને આગ બૂઝવવાની કામગીરી કરી રહ્યા છે. પરંતું ધીરે ધીરે આસપાસમાં અન્ય ગોડાઉન હોવાથી આગ પ્રસરી રહી છે. સ્થાનિકો ઉપરાંત પોલીસ અને ફાયરબ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. પરંતું બે કલાક બાદ પણ આગ ઉપર હજી સંપૂર્ણ કાબૂ મેળવાયો નથી. દાણીલીમડાના કોર્પોરેટરો પણ સ્થળ પર પહોંચ્યા છે. jcb ની મદદથી ગોડાઉનની પાછળની દીવાલ તોડવાની શરૂઆત કરાઈ છે.
અમદાવાદના દાણીલીમડાના ઢોર બજાર પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે.દાણીલીમડામાં આવેલા ગોડાઉન કોહિનૂર ક્રીએશન પ્રાઇવેટ લિમિટેડમાં વહેલી સવારથી આગ લાગી હતી. ગોડાઉનમાં પતરાનો સેડ છે જેન કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. આગની ઘટનાને પગલે સ્થળ પર અફરા તફરીનો માહોલ ફેલાયો હતો.. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટેગોટા દુર-દુરથી જોઇ શકાતા હતા.
આગને બુઝવવા માટે 10 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને આગને કાબુ લેવાની કોશિશ કરી રહ્યાં છે. સવારના આઠ વાગ્યાથી આગ લાગી છે. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યું છે. પરંતું બપોરે 12 વાગ્યા સુધી પણ આગ કાબૂમાં આવી નથી. તેથી હવે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
કાપડની ગોડાઉનની આસપાસ અનેક ગોડાઉન આવેલા છે. ત્યારે આસપાસમાં આવેલા કુલ સાત જેટલા ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની 18 જેટલી ગાડીઓ હવે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતું ચાર કલાક બાદ પણ પ્રયત્નો ચાલુ છે. ફાયર બ્રિગેડનો 70 થી વધુ સ્ટાફ સ્થળ પર હાજર છે, અને આગ બૂઝવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આસપાસમાં અન્ય ગોડાઉનમાં પણ આગ પ્રસરી છે. આ વિશે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જેએન ખડિયાએ માહિતી આપતા જણાવ્યું કે, ગોડાઉનની પાછળની તરફ આગ પ્રસરતા દીવાલ તોડાઈ છે. ફાયર બ્રિગેડનો સ્ટાફ નજીકમાં આવેલા ઊંચાઈ વાળા સ્થળે પહોંચ્યો છે. બોઇલર અથવા અન્ય વસ્તુઓમાં બ્લાસ્ટ પણ થયા હોવાનું સામે આવ્યું છે. અમારી ટીમ આગ ઉપર કાબુ મેળવવાનો અથાગ પ્રયાસ કરી રહ્યાં છીએ.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગમાં લાખોનો કાપડનો સમાન બાળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે કોઈ જાનહની થઈ નથી. આગ લાગતા જ આસપાસના લોકો સલામત સ્થળે ખસી ગયા હતા. લોકોની આંખમા બળતરા થઈ હોવાની પણ તેઓએ જણાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે