ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: બાળકોને ઠંડીથી રક્ષણ મળે તેવું જેકેટ કે સ્વેટર પહેરાવાની છૂટ, યુનિફોર્મના નામે સ્વેટર ફરજિયાત નથી'

રાજ્યની તમામ શાળાઓના દરેક વિદ્યાર્થી કોઈ પણ કલરનું સ્વેટર કે જેકેટ પહેરીને સ્કૂલે જઈ શકશે. ZEE 24 કલાકની મુહિમ બાદ સરકારે તમામ શાળાઓને આદેશ આપ્યો છે. સ્કૂલ યુનિફોર્મના નામે શાળાઓ મનમાની કરશે તો મોટી કાર્યવાહી થશે.

ભૂપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: બાળકોને ઠંડીથી રક્ષણ મળે તેવું જેકેટ કે સ્વેટર પહેરાવાની છૂટ, યુનિફોર્મના નામે સ્વેટર ફરજિયાત નથી'

ગાંધીનગર: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સકારાત્મક બાબતો પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. જેમાં અનેક મોટો નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટ બેઠક બાદ  સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિેવેદન સામે આવ્યું છે. હાલ રાજ્યમાં કાતિલ ઠંડી છે ત્યાં સુધી રાજ્યની તમામ શાળાઓના દરેક વિદ્યાર્થીઓ કોઈ પણ કલરનું સ્વેટર કે જેકેટ પહેરીને સ્કૂલે જઈ શકશે. આ સિવાય ઉત્તરાયણ પર્વ પર કરુણા અભિયાન,ધોરણ 1 પ્રવેશ સહિતના મુદ્દાઓની માહિતી આપી હતી.

સ્કૂલ યુનિફોર્મના નામે શાળાઓ મનમાની કરશે તો થશે કાર્યવાહી
રાજ્યમાં હાલ કાતિલ ઠંડી છે ત્યાં સુધી રાજ્યની તમામ શાળાઓના દરેક વિદ્યાર્થી કોઈ પણ કલરનું સ્વેટર કે જેકેટ પહેરીને સ્કૂલે જઈ શકશે. ZEE 24 કલાકની મુહિમ બાદ સરકારે તમામ શાળાઓને આદેશ આપ્યો છે. સ્કૂલ યુનિફોર્મના નામે શાળાઓ મનમાની કરશે તો મોટી કાર્યવાહી થશે.

મહત્વનું છે કે, ZEE 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. ZEE 24 કલાકે ચલાવેલી મુહિમની સરકારે નોંધ લીધી છે અને ZEE 24 કલાકે શિક્ષણમંત્રી સામે સ્વેટરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં ભૂપેન્દ્ર સરકારે કેબિનેટની મીટિંગ બાદ એક મોટો નિર્ણય લીધો છે, જેમાં વિદ્યાર્થીઓ ઈચ્છે તેવા ગરમ વસ્ત્રો પહેરી શકશે. ઠંડીથી રક્ષણ મેળવવા વિદ્યાર્થીઓ કોઈ પણ ગરમ કપડા પહેરી શકે છે. ઠંડીથી રક્ષણ આપે તેવું સ્વેટર કે જેકેટ પહેરવાની પણ છૂટ અપાઈ છે. યુનિફોર્મના નામે સ્કૂલોએ નક્કી કરેલુ સ્વેટર ફરજિયાત નથી. વિદ્યાર્થી સ્વેટર કે જેકેટ કોઈ પણ રંગનું પહેરી શકે છે. સ્કૂલોએ ફરજિયાત કરેલા રંગનું સ્વેટર કે જેકેટ પહેરવું ફરજિયાત નથી.

ગુજરાતના તમામ વાલીઓને અપીલ
ગુજરાતના તમામ વાલીઓને ZEE 24 કલાકે અપીલ કરી છે. જે શાળા પોતાનું સ્વેટર પહેરવા દબાણ કરે તો અમને જણાવો. 09712660504 નંબર પર મનમાની કરતી સ્કૂલનું નામ મોકલો.

ધોરણ 1 પ્રવેશ બાબતે નિવેદન
ધોરણ 1 પ્રવેશ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, ધોરણ 1મા પ્રવેશ બાબતનો મુદ્દો અમારી સમક્ષ આવ્યો છે અને કેન્દ્ર સરકારને આ બાબતે રજૂઆત કરી છે તેમજ કેન્દ્ર સરકારના નિર્દેશ અનુસાર નિર્ણય કરવામાં આવશે. 

ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો 
ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં પરિપત્રની અવધી નક્કી કરવામાં આવશે. 31 માર્ચ 2023 સુધી ઠરાવો બહાર પાડવામા આવશે અને નવી જોગવાઈ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. ક્યાં પરિપત્રની અવધિ વધારી છે તો તમને સમજાવીએ કે, સરકારના વિવિધ વિભાગો દ્વારા જે પરિપત્રો બહાર પાડવામાં આવતા હતા જેની કોઈ અવિધ ન હતી પરંતુ હવે નિર્ણય કરવામાં આવ્યો છે જે પરિપત્રોની અવધિ નક્કી કરાશે. નવી જોગવાઈ માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે અને સામાન્ય જનતાના લોકોમા ઉદ્દભવતા પ્રશ્નો વેબસાઈટ પર મુકવામા આવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news