જેમના સ્વાગત માટે અનેક દેશો લાઇનમાં લાગેલા છે તે જામનગરના મહેમાન બન્યા

'Save Soil' માટી બચાવો અભિયાન હેઠળ 29 દેશમા 30 હજાર કિમીની યાત્રા પૂર્ણ કરી ભારતમાં સૌપ્રથમ વખત જામનગરના બેડી પોર્ટ પર સદગુરૂ જગ્ગી વાસુદેવનું સ્વાગત કરવા જામ સાહેબ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામ સાહેબના પ્રતિનિધિ એકતા સોઢાએ સદગૂરૂનું ફુલહાર અને તિલક કરી સ્વાગત કર્યું હતું. જે જગ્ગી સ્વામીને આવકારવા માટે મોટા મોટા દેશો લાઇનમાં લાગે છે તેઓ સ્વયં જામનગરનાં મહેમાન બન્યા હતા. 
જેમના સ્વાગત માટે અનેક દેશો લાઇનમાં લાગેલા છે તે જામનગરના મહેમાન બન્યા

મુસ્તાક દલ/ જામનગર : 'Save Soil' માટી બચાવો અભિયાન હેઠળ 29 દેશમા 30 હજાર કિમીની યાત્રા પૂર્ણ કરી ભારતમાં સૌપ્રથમ વખત જામનગરના બેડી પોર્ટ પર સદગુરૂ જગ્ગી વાસુદેવનું સ્વાગત કરવા જામ સાહેબ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામ સાહેબના પ્રતિનિધિ એકતા સોઢાએ સદગૂરૂનું ફુલહાર અને તિલક કરી સ્વાગત કર્યું હતું. જે જગ્ગી સ્વામીને આવકારવા માટે મોટા મોટા દેશો લાઇનમાં લાગે છે તેઓ સ્વયં જામનગરનાં મહેમાન બન્યા હતા. 

ઓમાનથી દરિયાઈ માર્ગે જામનગર બંદર ખાતે આવી પહોંચેલા આધ્યાત્મિક સદગુરૂ જગ્ગી વાસુદેવનું સ્વાગત કરવા જામ સાહેબ શત્રુસલ્યજી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. SAVE SOIL અભિયાન અંતર્ગત 27 દેશોનો પ્રવાસ કરી જગ્ગી વાસુદેવ ભારત પાછા પહોંચ્યા છે. ત્યારે જામસાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા, ધારાસભ્ય હકૂભા જાડેજા, સંતો મહંતો સહિતના મહાનુભાવોએ સદગુરૂ નું સ્વાગત કર્યું હતું.

રાજાશાહી વખતની 4 વિન્ટેજ કાર સદગુરૂના કાફલામાં જોડાઈ હતી. ખાસ તો ઈરાનના શાહે જામ સાહેબને ભેટમા આપેલી અને દુનિયાની એકમાત્ર હયાત મર્સિડીઝ કાર પણ કાફલામાં જોડાઈ હતી. નેવી વાલસુરા દ્વારા પણ બેન્ડ સેરેમનીથી સદગુરૂનું સ્વાગત કરાયું હતું. સદગુરૂના રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પણ સદગુરૂનું ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. સાંજે પાયલોટ બંગલો ખાતે સદગુરુ અને જામ સાહેબ વચ્ચે માટી બચાવો અભિયાન અંતર્ગત બેઠક યોજાશે ત્યારે માટી બચાવો અભિયાન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા અત્યાર સુધીમાં 27 દેશોમાં 30 હજાર કિલોમીટરથી વધુ બાઈક યાત્રા પૂર્ણ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news