ગુજરાતીઓ સંભાળીને રહેજો! જાતભાતના વાયરસથી હોસ્પિટલો ઉભરાઈ, જાણો ક્યાં કેવી છે સ્થિતિ?
ગુજરાતના દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, જાતભાતના વાયરસથી લોકો બીમાર છે અને સારવાર લેવા માટે હોસ્પિટલમાં જઈ રહ્યા છે. પરંતુ ગુજરાત સરકારના આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને મહાનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં કેવી સ્થિતિ છે..
Trending Photos
Chandipura virus outbreak in Gujarat: ચોમાસાને કારણે હોસ્પિટલ અને દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. વાયરલ ઈન્ફેક્શનના અનેક કેસ રાજ્યમાં જોવા મળી રહ્યા છે. તો ચાંદીપુરા જેવો ઘાતક વાયરસ પણ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે રાજ્યના આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ કેવી છે?, આરોગ્ય વિભાગ કેટલો ગંભીર છે?, ક્યાં કેવી સ્થિતિ છે તેનું ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું?
ગુજરાતના દવાખાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, જાતભાતના વાયરસથી લોકો બીમાર છે અને સારવાર લેવા માટે હોસ્પિટલમાં જઈ રહ્યા છે. પરંતુ ગુજરાત સરકારના આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો અને મહાનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં કેવી સ્થિતિ છે તેની હકિકત જાણવાનો અમે પ્રયાસ કર્યો. ઝી 24 કલાકની ટીમ રાજ્યના લગભગ તમામ મોટા શહેરોમાં પહોંચી હતી અને ત્યાં જઈને રિયાલિટી ચેક કર્યું તો અનેક જગ્યાએથી ક્ષતિઓ સામે આવી. ક્યાં કેવી સ્થિતિ છે? આ છે વડોદરાના પાદરામાં આવેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર. અહીં સૌથી પહેલા તો સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. દર્દીઓની લાંબી લાઈન જોવા મળી. જ્યાં દર્દીઓ સાજા થવા આવે છે ત્યાં જ ગંદકીનું એટલું સામ્રાજ્ય જોવા મળ્યું કે તેનાથી દર્દી સાજા થવાની જગ્યાએ માંદા પડી શકે છે.
રાજ્યમાં વકરતાં રોગચાળા વચ્ચે રંગીલા રાજકોટના શ્યામનગર આરોગ્ય કેન્દ્રમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી. અહીં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો પરંતુ સારી વાત એ હતી કે અહીં સવારે નવ વાગ્યે જ તબીબો અને મેડિકલ સ્ટાફ હાજર દેખાયો. દર્દીઓ પણ આ આરોગ્ય કેન્દ્રથી ખુશખુશાલ જોવા મળ્યા. રાજકોટ પછી સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગરમાં આરોગ્ય કેન્દ્રમાં પોલંપોલ જોવા મળી. રાજ્યમાં રોગચાળા વચ્ચે આ આરોગ્ય કેન્દ્ર સ્ટાફની અછતનો સામનો કરી રહ્યું છે. માત્ર 50 ટકા સ્ટાફથી જ ચાલતા આ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો. અપૂરતા સ્ટાફના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠી રહ્યા છે.
ઝી 24 કલાકની ટીમ મહેસાણા પહોંચી અને મહેસાણાના લાખવડમાં આવેલા આરોગ્ય સબ સેન્ટરમાં પહોંચી તો અહીં દરવાજા બંધ જોવા મળ્યા. અહીં નતો કોઈ સ્ટાફ જોવા મળ્યો, નતો કોઈ ડૉક્ટર. બધુ જ અસ્તવ્યસ્ત જોવા મળ્યું. જો કે ઝી 24 કલાકનો કેમેરો જોતા જ ફિમેલ હેલ્થ વર્કર દોડી આવ્યા અને જાતભાતના બહાના કાઢવા લાગ્યા. ગુજરાતમાં હાલ રોગચાળો વકર્યો છે અને દર્દીઓ ઉભરાઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના આરોગ્ય કેન્દ્રોમાં તગડો પગાર લેતા અધિકારીઓ અને તબીબો પોતાનું કામ બરાબર કરી રહ્યા નથી. આવી બેદરકારી દાખવતાં સરકારી કર્મીઓ સામે સરકારે ત્વરિત એક્શન લેવા જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે