ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ; જાણો આ જાહેરાતથી ગુજરાતને શું થશે ફાયદો?

VibrantGujaratGlobalSummit: લક્ષ્મી મિત્તલે વિશ્વના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાની જાહેરાત કરી તો, સુઝુકીએ ગુજરાતમાં મોટા પાયે ઈલેક્ટ્રીક વાહનનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વના સ્ટીલ કિંગ કહેવાતા લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં રોકાણની મોટી જાહેરાત કરતા હઝીરામાં વિશ્વના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી.

ગુજરાતમાં બનશે વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ; જાણો આ જાહેરાતથી ગુજરાતને શું થશે ફાયદો?

VibrantGujaratGlobalSummit: વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાતમાં અનેક મોટા રોકાણની જાહેરાત થઈ છે. તેમાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવવાની જાહેરાત સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે કરી. તો હવે ગુજરાત ઈલેક્ટ્રિક વાહનોનું મોટું હબ બનશે. ગુજરાતમાં મોટા પાયે ઈલેક્ટ્રીક ગાડીઓનું ઉત્પાદન થશે અને ગુજરાતમાં બનેલી ગાડીઓ ભારતની સાથે યુરોપ અને જાપાનમાં પણ દોડશે.

વિશ્વના આ બે દિગ્ગજ ઉદ્યોગપતિઓએ જે જાહેરાત કરી તેનાથી ગુજરાતમાં એક નવી ઊર્જાનો સંચાર થશે. લાખો ગુજરાતીઓને રોજગારી મળશે અને ગુજરાતમાં વિકાસનો નવો અધ્યાય લખાશે. લક્ષ્મી મિત્તલે વિશ્વના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાની જાહેરાત કરી તો, સુઝુકીએ ગુજરાતમાં મોટા પાયે ઈલેક્ટ્રીક વાહનનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વના સ્ટીલ કિંગ કહેવાતા લક્ષ્મી મિત્તલે ગુજરાતમાં રોકાણની મોટી જાહેરાત કરતા હઝીરામાં વિશ્વના સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ બનાવવાની જાહેરાત કરી. સાથે જ પ્રધાનમંત્રી મોદીના વિઝનરી થીમ, વન અર્થ વન ફેમિલી અને વન ફ્યૂચરના પણ વખાણ કર્યા. 

— ANI Digital (@ani_digital) January 10, 2024

તો ગુજરાતને પોતાનું બીજુ ઘર માનતી જાપાનની સુઝુકી મોટર્સે ઈલેક્ટ્રિક વાહનો માટે મોટી જાહેરાત કરી. સુઝુકી મોટર્સના પ્રમુખ તોશિહિરી સુઝુકીએ કહ્યું કે, બેટરી ઇલેક્ટ્રિક વાહન આ વર્ષના અંત સુધીમાં સુઝુકી મોટર ગુજરાતમાંથી બહાર પાડશે, અમે આ મોડલને માત્ર ભારતમાં જ નહીં પરંતુ જાપાન અને યુરોપિયન દેશોમાં પણ નિકાસ કરવાની યોજના બનાવીએ છીએ. સુઝુકી ગ્રુપ પોતાની નવી 4 પ્રોડક્શન લાઈન ઉમેરવા માટે ગુજરાતમાં 3200 કરોડનું રોકાણ કરશે. 

સુઝુકીએ શું કરી જાહેરાત?

  • ઇલેક્ટ્રિક વાહન વર્ષના અંત સુધીમાં સુઝુકી મોટર ગુજરાતમાંથી બહાર પાડશે
  • ભારતની સાથે જાપાન અને યુરોપિયન દેશોમાં પણ નિકાસ કરવાની યોજના 
  • 4 પ્રોડક્શન લાઈન ઉમેરવા માટે ગુજરાતમાં 3200 કરોડનું રોકાણ કરશે

ગુજરાતમાં રોકાણની આ બન્ને મોટી જાહેરાતથી ગુજરાતમાં વિકાસના નવા દ્વાર ખુલશે. લાખો લોકોને રોજગારી મળશે. સુઝુકી અને મિત્તલ આ બન્ને કંપનીઓ પહેલાથી જ ગુજરાતમાં છે. બન્નેએ પોતાના રોકાણ વધારવાની જાહેરાત કરી છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં આ એક મોટી સફળતા કહી શકાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news