મારા હારા છેતરી ગયા! પૈસાની લાલચમાં અંધ બન્યા પિતા-પુત્ર, વિધિ માટે આપ્યું એક બોક્ષ અને પછી નક્ષત્રમાં ખોલતાં...!
માણાવદર તાલુકાના સણોસરા ગામે ખેતી કામ કરતા પિતા પુત્ર પાસે એક સાધુના વેશમાં ગઠિયો આવ્યો હતો અને પિતા પુત્રને ગાંઠિયા ખાવાનું કહી વિશ્વાસમાં લીધા હતા અને સાધુના વેશમાં રહેલા ઠગને પિતા પુત્ર ઓળખી ન શક્યા અને પોતાના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું.
Trending Photos
ઝી બ્યુરો/જૂનાગઢ: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આ કહેવત સાચી પડી છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં એક ખેડૂત પિતા પુત્રને પૈસાની લાલચ આપીને સાધુના વેશમાં આવેલા ચાર ગઠિયાઓ છેતરી ગયા હતા. આવું જાણીએ ધુતારાઓએ એવું તો શું કર્યું કે લાખો રૂપિયામાં આ પરિવાર ઉતરી ગયું.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, માણાવદર તાલુકાના સણોસરા ગામે ખેતી કામ કરતા પિતા પુત્ર પાસે એક સાધુના વેશમાં ગઠિયો આવ્યો હતો અને પિતા પુત્રને ગાંઠિયા ખાવાનું કહી વિશ્વાસમાં લીધા હતા અને સાધુના વેશમાં રહેલા ઠગને પિતા પુત્ર ઓળખી ન શક્યા અને પોતાના ઘરે જમવા આવવાનું આમંત્રણ આપ્યું. જમ્યા બાદ પિતા પુત્રને તારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી થશે તે માટે મારા ગુરુનો તમને ફોન આવશે ત્યારે તમે રાજકોટ મળવા આવજો તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ થોડા સમય પછી વધુ એક સાધુનો ફોન આવ્યો હતો અને પિતા પુત્રને જે સાધુને જમાડ્યા હતા. તેનો ગુરુ બોલું છું તેમ કહી તમારે પૈસાની પ્રાપ્તિ કરવી હોય તો રાજકોટ આવવું પડશે અને વિધિ કરવી પડશે, તેવું જણાવી બંનેને રાજકોટ બોલાવ્યા હતા.
બંને પિતા પુત્ર ગુરુના કહેવા મુજબ રાજકોટ પહોંચ્યા હતા અને રાજકોટના એક પુલ નીચે બંને પિતા પુત્રને પૈસાનો ઢગલો બતાવ્યો હતો અને તેની માટે ધૂપની ખરીદી કરવી પડશે તેવું જણાવ્યું હતું. આ ધૂપની ખરીદી માટે રૂપિયા 12 લાખ ચૂકવવા પડશે તેવું પણ જણાવ્યું હતું. પરંતુ પૈસાની લાલચમાં અંધ બનેલા બંને પિતા પુત્ર પાસે પૂરતા પૈસા ન હોવાનું જણાવી કટકે કટકે 6 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા અને વિધિ માટે બંનેને એક બોક્ષ આપવામાં આવ્યું હતું. આ બોક્સને દરરોજ એક મહિના સુધી ધૂપબતી કરવાની અને ત્યારબાદ અમુક ચોક્કસ નક્ષત્રમાં બોક્ષ ખોલવા જણાવ્યું હતું.
બોક્સ ખૂલશે એટલે તમને લક્ષ્મીની પ્રાપ્તિ થશે તેવું પણ જણાવ્યું હતું. પરંતુ 12 લાખ રૂપિયા માંગી જો 12 લાખની ચૂકવે તો સમગ્ર પરિવાર ભસ્મ થઈ જશે તેવું પણ જણાવ્યું હતું. અંતે ભોગ બનનાર ફરિયાદીએ બોક્સ ખોલ્યું તો અંદરથી માત્ર ખાલી કોથળા જ નીકળ્યા હતા અને ફરિયાદીએ માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આમ કરોડપતિ થવાની લાલચમાં પોતાની પાસે રહેલા રૂપિયા 6 લાખ પણ ગુમાવ્યા હાલ આ પરિવાર ભગવાનને પોતાના છ લાખ પરત મળે તે માટે પ્રાર્થના કરી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે