ચાર્જિંગ સમયે મોબાઈલ વાપરતા હોય તો ચેતી જજો, વડોદરાના યુવક સાથે બન્યો લાલબત્તી સમાન કિસ્સો

મોબાઈલના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જો તમને પણ મોબાઈલ ચાર્જિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો આ કિસ્સો લાલબત્તી સમાન છે. વડોદરામાં મોબાઈલ ચાર્જિગ કરતી વખતે યુવાનનું મોત નિપજ્યું છે. ચાર્જિગ સાથે ફિલ્મ જોતા યુવાનને કરંટ લાગ્યો છે.  
ચાર્જિંગ સમયે મોબાઈલ વાપરતા હોય તો ચેતી જજો, વડોદરાના યુવક સાથે બન્યો લાલબત્તી સમાન કિસ્સો

રવિ અગ્રવાલ/વડોદરા :મોબાઈલના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જો તમને પણ મોબાઈલ ચાર્જિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો આ કિસ્સો લાલબત્તી સમાન છે. વડોદરામાં મોબાઈલ ચાર્જિગ કરતી વખતે યુવાનનું મોત નિપજ્યું છે. ચાર્જિગ સાથે ફિલ્મ જોતા યુવાનને કરંટ લાગ્યો છે.  

ગુજરાતના દરિયામાં અકસ્માત, શિપ સાથે હોડી ટકરાઈ, એક માછીમાર મિસિંગ

શહેરના પરશુરામ ભઠ્ઠા ભાથુજીનગરમાં મૂળ યુ.પી.નો વતની શિવભારતી બાબુભારતી ભારતી (ઉં.વ.18) ભાડાના મકાનમાં રહેતો હતો. શિવભારતી ફર્નિચરનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. મોડી સાંજે કામ ઉપરથી આવ્યા બાદ ચાર્જમાં મોબાઇલ ફોન મૂકીને ફિલ્મ જોતો હતો. એકાએક મોબાઇલ ચાર્જરના કેબલમાં કરંટ લાગતા તે ફંગોળાઇ ગયો હતો. શિવભારતી આંક્રદમય ચીસ પાડતા જ ઘરમાં હાજર તેનો ભાઇ તેની પાસે દોડી આવ્યો હતો. આ સાથે સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. શિવને તરત જ હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ, હોસ્પિટલમાં જતી વખતે જ તેનું રસ્તામાં મોત નિપજ્યું હતું. 

આ બનાવે વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી.
નોંધનીય બાબત એ છે કે, મોટા ભાગના લોકો મોબાઇલ ફોન ચાર્જમાં મૂકીને મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં શિવ ભારતી સાથે બનેલી ઘટના મોબાઇલ ફોન ધારકો માટે લાલબત્તી સમાન છે. જોકે, મોબાઇલ ફોનના ચાર્જરના કેબલ દ્વારા કરંટ લાગવો પણ એક રહસ્ય છે. ત્યારે આ બનાવ અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news