માનવભક્ષી દીપડાએ 7 વર્ષની બાળાને શિકાર બનાવતા 21 ટાંકા આવ્યા, વન વિભાગ ઘોર બેદરકારી

જિલ્લામાં સુત્રાપાડામાં માનવભક્ષી દીપડાઓની રંઝાડ વધી છે. છેલ્લા બે મહિનામાં અલગ અલગ 4 સ્થળો પર દીપડાઓ દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. આમ છતા પણ વન વિભાગ માનવભક્ષી દીપડાઓને પકડવામાં નિષ્ફળ જઇ રહ્યા છે. ગીર સોમનાથના સુત્રાપાડાના સોળજ ગામમાં ગઇકાલે શનિવારે સાંજના સમયે દિનેશભાઇ નામના ખેડૂત પોતાના ઘરમાં જમી રહ્યા હતા. બહારના ફળિયામાં તેનો પરિવાર ત્રણ બાળાઓ રમી રહી હતી. ત્યારે અચાનક દીપડાએ ક્રિષ્ના નામની 7 વર્ષની બાળાને ઉઠાવી ગયો હતો. પિતાની નજર સામે દીપડો બાળા પર હુમલો કરી ઉઠાવી જતા પિતાએ હાકલ કરી પરંતુ દીપડો બાળકીને લઇને નાસી છુટ્યો હતો. 
માનવભક્ષી દીપડાએ 7 વર્ષની બાળાને શિકાર બનાવતા 21 ટાંકા આવ્યા, વન વિભાગ ઘોર બેદરકારી

ગીર સોમનાથ : જિલ્લામાં સુત્રાપાડામાં માનવભક્ષી દીપડાઓની રંઝાડ વધી છે. છેલ્લા બે મહિનામાં અલગ અલગ 4 સ્થળો પર દીપડાઓ દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. આમ છતા પણ વન વિભાગ માનવભક્ષી દીપડાઓને પકડવામાં નિષ્ફળ જઇ રહ્યા છે. ગીર સોમનાથના સુત્રાપાડાના સોળજ ગામમાં ગઇકાલે શનિવારે સાંજના સમયે દિનેશભાઇ નામના ખેડૂત પોતાના ઘરમાં જમી રહ્યા હતા. બહારના ફળિયામાં તેનો પરિવાર ત્રણ બાળાઓ રમી રહી હતી. ત્યારે અચાનક દીપડાએ ક્રિષ્ના નામની 7 વર્ષની બાળાને ઉઠાવી ગયો હતો. પિતાની નજર સામે દીપડો બાળા પર હુમલો કરી ઉઠાવી જતા પિતાએ હાકલ કરી પરંતુ દીપડો બાળકીને લઇને નાસી છુટ્યો હતો. 

જો કે ગ્રામલોકોની 1 કલાકની શોધખોળ બાદ ક્રિષ્ના પોતાના ઘરથી 50 ફૂટ દુરથી દીપડાના મુખમાંથી છોડાવવામાં સફળ રહ્યા હતા. ત્યાર બાદ કોડીનારના વાળા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં દિપડાના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલી બાળકીને સારવાર દરમિયાન ગળાના ભાગે 21 ટાંકા આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સુત્રાપાડામાં લાંબા સમયતી દીપડાઓનો આતંક હોવા છતા વન વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી નહી કરવામાં આવી રહી હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. વન વિભાગની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે. જો કે ઘટના અંગે માહિતી મળ્યા બાદ વન વિભાગ તત્કાલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તાબડતોબ દીપડાને કેદ કરવા માટે ત્રણ પાંજરાઓ ગોઠવ્યા હતા. આ ઉપરાંત મોટા પ્રમાણમાં વન વિભાગના કર્મચારીઓએ ગામમાં ધામા નાખ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 મહિનામાં સુત્રાપાડાના 4 જેટલા માનવ ભક્ષી દીપડાએ હુમલો કર્યો છે. જેમાં સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે બે હુમલા, બરૂલા ગામે એક હુમલો જ્યારે સોળાજ ગામે હુમલો કર્યો છે. 4 અલગ અલગ ગામોમાં દીપડાએ હુમલો કર્યો હોવા છતા વન વિભાગ એક જગ્યાએ માનવભક્ષી દીપડાઓને પકડવામાં સફળતા નથી મળી. જેના કારણે વન વિભાગની કાર્યવાહી સામે સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news