નકલી ડોક્ટરે દર્દીની વાટ લગાડી, ચોકઠું બનાવી શામજીભાઈના મોઢામાં ફીટ કરી દીધુ
Fake Doctor : રાજકોટમાં તાળાંની ચાવી બનાવનાર યુવક બની ગયો ડૉક્ટર... ચાવી બનાવનાર જગ્ગન સિંગે મોઢાનું ચોકઠું બનાવી શામજી ભાઈના મોઢામાં ફીટ કરી દીધુ... એ ડિવિઝન પોલીસે બોગસ તબીબની કરી ધરપકડ...
Trending Photos
Rajkot News ગૌરવ દવે/રાજકોટ : વિશ્વાસ ન આવે તેવી ઘટના રાજકોટ શહેરમાં બની છે. આજકાલ ગામેગામ નકલી ડોક્ટરો ફૂટી નીકળ્યા છે. ત્યારે રાજકોટમાં ચાવી બનાવનાર ડૉક્ટર બની ગયો. પરંતુ તેનુ કારનામુ સાંભળીને તમારું મગજ ચકરાવે ચઢી જશે. ચાવી બનાવવાનું કામ કરતા શખ્સે બોગસ તબીબ બનીને દર્દીના મોઢાનું ચોકઠું બનાવીને કોઈ પણ માહિતી વગર ફીટ કરી દીધું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શામજીભાઈ જીવાભાઇ રાઠોડ નામના વ્યક્તિએ જગ્ગન સિંગ પરસોતમ સિંગ ખીંચી વિરુદ્ધ આઈપીસીની કલમ 336, 419 તેમજ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ 1963 ની કલમ 30 મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે જગ્ગનસિંહની ધરપકડ કરવામાં આવી છે. શામજીભાઈએ પોલીસ ફરિયાદ કરી કે, જગ્નસિંહ નામનો શખ્સે બોગસ તબીબ બનીને તેમના મોઢામાં ચોકઠું ફીટ કર્યું. જોકે, તે હકીકતમાં ચાવી બનાવવાનું કામ કરે છે.
આ પણ વાંચો :
શામજીભાઈએ જણાવ્યું કે, હું છેલ્લાં 30 વર્ષથી સરલ ફેક્ટરીમાં નોકરી કરું છું. 20 ડિસેમ્બરના રોજ હું 80 ફૂટ રોડ પર આવેલી ચાવડાની દુકાન પર ઉભો હતો. ત્યારે મારી સાથે એક ભાઈ ચા પીવા આવ્યા હતા. વાતવાતમાં મેં તેમને કહ્યું કે, મારા જમણા જડબાના દાંત પડી ગયા છે, અને મારે નવુ ચોકઠું બેસાડવાનું છે. ત્યારે જગ્ગન ખીંચી નામના શખ્સે મને દાંત ફીટ કરાવી આપવાનું કહ્યુ હતું.
જગ્ગનસિંગ ખીચીએ મારા નીચેના ઝાડબાનું માપ લઈ લીધું હતું. તેમજ રોકડા 3300 લઈ મને જણાવ્યું હતું કે તમે પાંચ દિવસ પછી આવજો હું તમારા ચોખઠા ફીટ કરી આપીશ. તેણે 26 તારીખે મારા દાંત ફીટ કર્યા હતા. જેના બાદ મને દુખાવો થવા લાગ્યો હતો. મારા મોઢામાં ચાંદા પણ પડી ગયા હતા. તેથી હું ફરી જગ્ગન ખીંચી પાસે ગયો તો તેણે દાંત બરાબર છે તેવુ જણાવ્યું અને 10 દિવસ લાગશે તેવું કહ્યું. આ બાદ બીજા ડોક્ટર પાસે જતા તેઓએ મને ચોકઠું ખોટુ ફીટ કર્યુ હોવાનું જણાવ્યુ હતું.
આ બાદ શામજીભાઈએ નકલી ડોક્ટર બનીને સારવાર કરનાર જગ્ગન ખીંચી સામે ફરિયાદ દાખલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે