અમદાવાદમાં લોકડાઉન બનશે વધારે કડક : રાજ્યના પોલીસ વડા

અમદાવાદમાં આજે 50 નવા કેસ સામે આવતા શહેરમાં કુલ 133 કોરોનાના દર્દીઓ થયા છે. અમદાવાદમાં  કેસની સંખ્યા વધુ છે એટલે કડક lockdown માટે અમદાવાદ પોલીસ કમિશનર વધુ કડક પગલાં ભરવા માટે કહેવામાં આવ્યું છે.

અમદાવાદમાં લોકડાઉન બનશે વધારે કડક : રાજ્યના પોલીસ વડા

હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સંજોગોમાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદ શહેરમાં લોકડાઉન વધારે કડક બનાવવામાં આવશે એવી ચીમકી આપી છે. નોંધનીય છે કે અમદાવાદમાં આજે 50 નવા કેસ સામે આવતા શહેરમાં કુલ 133 કોરોનાના દર્દીઓ થયા છે. અમદાવાદમાં  કેસની સંખ્યા વધુ છે એટલે કડક lockdown માટે અમદાવાદ પોલીસ કમિશનર વધુ કડક પગલાં ભરવા માટે કહેવામાં આવ્યું છે.

શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે ''ગઇકાલે એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેરનો કેસ પકડાયો હતો. આવશ્યક સેવા આપનારાઓ સહિત તમામે સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાનું પાલન કરવું જ પડશે. કેટલાક લોકો ખરીદી કરવાના બહાને બહાર ફરવા નીકળે છે. જ્યાં લોકડાઉનનો અમલ કરવામાં આવતો નથી ત્યાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે.''

cfb037a7-eb74-41ef-b385-cd889d5bc0f1.jpg

શિવાનંદ ઝાએ માહિતી આપી છે કે લોકડાઉનનો કડક અમલ કરવા માટે ડ્રોન અને સીસીટીવીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોલીસના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા તેમણે કહ્યું છે કે 90 હજાર પોલીસ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે તેમાં કોઈ ચિંતાજનક કેસ નથી મળ્યો. બાપુનગરમાં એક કેસ સામે આવ્યો છે અને એને અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વ્યક્તિનો રિપોર્ટ આવવાનો બાકી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news