કચ્છમાં ફરી આવશે મોટો ભૂકંપ? લોકોને સતાવી રહેલા આ ભય પાછળ મોટું કારણ
છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં શરૂ થયેલ ભૂર્ગભીય આંચકાઓ યથાવત છે અને ભચાઉના દુધઈમાં સતત કંપનો અનુભવાઈ રહ્યા છે. સવારે 3.37એ દુધઈથી 20 કિ.મી. દૂર ભૂગર્ભમાં 1.4નો આંચકો અને સવારે 5.13 દુધઈથી પાસે 1.4ની તિવ્રતાનું કંપન નોંધાયું છે. આમ, છેલ્લા 12 કલાકમાં ગાંધીનગરની સીસ્મોલોજી કચેરીમાં 3 આંચકાઓ નોંધાયા છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર, ભુજ : કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી આવી રહેલા ભૂકંપના હળવા-ભારે આંચકાઓ વચ્ચે હાલમાં સૌરાષ્ટ્રના માંગરોળ નજીક 3.1 અને કચ્છના દુધઈ નજીક 2.9ની તીવ્રતાના ભૂકંપના નોંધપાત્ર આંચકા આવતા લોકોમાં ફરી ભયની લાગણી ઉભી થઈ છે. જોકે આંચકાઓના કારણે જાન-માલની હાનિ થઈ હોય તેવા કોઈ અહેવાલો નથી. પરંતુ કેટલાક સમયથી આંચકાની વધી રહેલી તીવ્રતા ધ્યાન ખેંચનારી બની રહી છે. આ સંજોગોમાં લોકોને મોટો ભૂકંપ આવવાનો ભય સતાવી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં શરૂ થયેલ ભૂર્ગભીય આંચકાઓ યથાવત છે અને ભચાઉના દુધઈમાં સતત કંપનો અનુભવાઈ રહ્યા છે. સવારે 3.37એ દુધઈથી 20 કિ.મી. દૂર ભૂગર્ભમાં 1.4નો આંચકો અને સવારે 5.13 દુધઈથી પાસે 1.4ની તિવ્રતાનું કંપન નોંધાયું છે. આમ, છેલ્લા 12 કલાકમાં ગાંધીનગરની સીસ્મોલોજી કચેરીમાં 3 આંચકાઓ નોંધાયા છે.
સામાન્ય રીતે ૩ની તીવ્રતાથી નીચેના આંચકા સામાન્ય રીતે ઓછા અનુભવાય છે. પરંતુ તેનાથી ઉપરની તીવ્રતાનો આંચકો આવે તો તેની ધ્રુજારી લોકો સ્પષ્ટ રીતે અનુભવ કરી શકે છે. ગઈ કાલે બપોરે કચ્છના દુધઈ વિસ્તારમાં ર.૯ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઈથી ઉત્તર ઉત્તરપૂર્વ દિશામાં 9 કિમી દુર અને જમીનમાં 21.7 કિમીની ઉંડાઈએ હોવાનું નોંધાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે