Coronavirusના આતંકને પગલે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

નવા વધી રહેલા કેસ અંગે આરોગ્ય સચિવે જણાવ્યું કે, રાજ્યમાં symptomatic positive દર્દીઓની સંખ્યા પણ જોવા મળી છે. આ પ્રકારના લક્ષણો પોઝિટિવ દર્દીઓમાં વધી રહ્યાં છે.

Coronavirusના આતંકને પગલે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

હિતલ પારેખ, ગાંધીનગર : રાજ્યની ૮ મહાનગરપાલિકા અને 162 નગરપાલિકાઓમાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ અધિકારીઓને કરાર આધારિત કર્મચારી તરીકે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. કોરોનાવાયરસ (Coronavirus)ને કારણે સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી આરોગ્યલક્ષી કામગીરીમાં કોઈ જ મુશ્કેલી ઊભી ન થાય એટલા માટે એક માસ એટલે કે મે માસ દરમિયાન કરાર આધારિત એક્સ્ટેંશન આપવાનો નિર્ણય લેવાયો છે. આ પછી જો જરૂર જણાય તો બીજા એક માસનું પણ એક્સટેન્શન આપવામાં આવશે.

ગુજરાતમાં પણ હવે કોરોના વાયરસ (corona virus) બેકાબૂ બની રહ્યો છે. આવામાં 9 એપ્રિલના કોરોના વાયરસના નવા કેસ વિશે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ સવારની પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે, ગુજરાતમાં કુલ નવા 55 કેસો છે. આ સાથે ગુજરાતમાં કોરોનોના કેસો આંકડો 241 પર પહોંચી ગયો છે. જેમાંથી 50 માત્ર અમદાવાદના જ છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 133 પર પહોંચ્યો છે. નવા કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના છે. સર્વેલન્સ કરવાના કારણે આ કેસો સીધા બહાર આવ્યા છે. કોઈ ચિંતાજનક બાબત નથી. હોટ સ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ કરતા આ કેસો બહાર આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસો નીકળશે.

નવા વધી રહેલા કેસ અંગે આરોગ્ય સચિવે જણાવ્યું કે, રાજ્યમાં symptomatic positive દર્દીઓની સંખ્યા પણ જોવા મળી છે. આ પ્રકારના લક્ષણો પોઝિટિવ દર્દીઓમાં વધી રહ્યાં છે. ખૂબ જ પ્રકારનાં લક્ષણ ન હોવા છતાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યો છે. આજના 55 નવા દર્દીઓ આવ્યા છે, તેમાંથી 80% આ પ્રકારના દર્દીઓ હોવાનું આરોગ્ય અગ્ર સચિવનું નિવેદન છે.    

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube             

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news